બનાસકાંઠા LCB પોલીસે એસબીપુરા પાટિયા હાઇવે રોડ પર એક દારૂ ભરેલી સ્વિફ્ટ ગાડીનો પીછો કરી એક હોટેલ પાસે પકડી પાડી

પાલનપુર, અંકુર ત્રિવેદી :-

4 લાખ થી વધુનો મુદ્દામાલ કબ્જે કરી બે ઈસમોની અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી

બનાસકાંઠા એલ.સી.બી પોલીસે પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂની 188 બોટલ સાથે 414,000 કુલ મુદામાલ સાથે બે ઇસમોને પકડી પાડી પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં ખાતે કાયદેસર ની કાર્યવાહી હાથ ધરેલ છે.

બનાસકાંઠા એલ.સી.બી પોલીસ પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન ખાનગી રાહે હકીકત આધારે પાલનપુર તરફ એક સ્વીફટ કાર નંબર GJ-08-BB-2009 માં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી કાણોદર તરફ આવનાર છે જે બાતમી હકીકત આધારે એસબીપુરા પાટીયા હાઇવે રોડ ઉપર વોચમાં હતા દરમ્યાન હકિકત વાળી સ્વીફ્ટ કારનો પીછાં કરતાં હોટલ સાવન પાસે સ્વીફટ ગાડી પકડી પાડી ગાડીમાં તપાસ કરતા ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ 188 નંગ જેની કિંમત 94000 તથા બે મોબાઇલ સ્વિફ્ટ ગાડી સાથે એમ કુલ 4 લાખ 14,000 નો મુદ્દામાલ સાથે મળી આવતાં ગાડી ચાલક (૧) ડુંગરચંદ સોની રહે.ચેનપુરા તા.ગીડા જી.બાડમેર (2) ઈલામદિન સિંધી, રહે.ભભૂતે કી ઢાણી તા.ચૌટન જી.બાડમેર વાળાઓ વિરુદ્ધમાં પ્રોહીબીશન એક્ટ મુજબ પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશને ખાતે કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here