સંખેડા તાલુકાના કસુંબીયા ગામમાં આંતક નો માહોલ સર્જનાર વાનર પાંજરે પુરાયો

સંખેડા, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના કસુંબીયા ગામે છેલ્લા 10 દિવસ માં આઠ વ્યક્તિઓનો પર હુમલો કરી આ કપિરાજ કસુંબીયા ગામમાં ડરનો માહોલ પેદા કર્યો હતો કસુંબીયા ગામના ગામજનોને જો બહાર નીકળવું હોય તો લાકડીનો સહારો લઇને નીકળવું પડતું હતું આ કપિરાજના ડરથી લોકો ઘરની બહાર નીકળવાનું પણ ટાળતા હતા ત્યારે ગામજનો દ્વારા સંખેડા RFO ને જાણ કરવામાં આવી હતી ત્યારે સંખેડા ફોરેસ્ટ વિભાગ દ્વારા કસુંબીયા ગામમાં બે પિંજરા મૂકવામાં આવ્યા હતા અને સંખેડા તાલુકાના ફોરેસ્ટ અધિકારીઓ RFO એન ટી બારીયા તેમજ ફોરેસ્ટ અધિકારી કે,વી ચારણ અને પી,સી બારીયા અધિકારીઓ દ્વારા આંતક નો માહોલ સર્જનાર વાનરને પાંજરે પૂરીયો હતો આ કપિરાજ પાંજરે પુરાતા કસુંબીયા ગામ જણો એ રાહત લીધી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here