પાલનપુર પશ્ચિમ પો.સ્ટે વિસ્તારમાંથી ચોરીના બે મોટર સાયકલ સાથે એક ઇસમને ઝડપી લેતી એલ.સી.બી પાલનપુર બનાસકાંઠા

પાલનપુર,(બનાસકાંઠા) અંકુર ત્રિવેદી :-

શ્રી જે આર મોથલીયા સાહેબ બોર્ડર રેન્જ, ભુજ તેમજ બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી તરૂણ દુગ્ગલ સાહેબે* જિલ્લામાં દારૂ/જુગારની પ્રવૃત્તિ નેસ્ત નાબૂદ થાય તે અંગે કડક અમલવારી કરવા સૂચના કરતા શ્રી એચ.પી.પરમાર પોલીસ ઇન્સ્પેકટર તથા શ્રી આર.જી.દેસાઈ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલ.સી.બી* નાઓના માર્ગદર્શન મુજબ એ.એસ.આઇ. યશવંતસિંહ તથા હેડ.કોન્સ. રાજેશકુમાર, દિલીપસિંહ તથા પો.કોન્સ  જોરાવરસિંહ,ગજેન્દ્રદાન,નિશાંત* નાઓ પાલનપુર શહેર પશ્ચિમ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન સાથેના *એ.એસ.આઈ. યશવંતસિંહ* નાઓને ખાનગી રાહે હકીકત મળેલ કે એક ઈસમ ચોરીનું મોટરસાયકલ લઈને કોઝી વિસ્તારમાં ફરે છે જે બાતમી હકીકત આધારે વોચ તપાસમાં રહી સદરે હકીકત વાળું મોટર સાયકલ સાથે એક ઇસમને પકડી પાડી પકડાયેલ ઇસમનું નામ ઠામ પૂછતાં પોતે પોતાનું નામ *અર્જુન લસમારામ કાળાજી ગરાસિયા રહે.બસનગઢ તા.પિંડવાડા જી.શિરોહી રાજસ્થાન* વાળો હોવાનું જણાવેલ સદરે ઇસમની યુક્તિ પ્રયુક્તિ થી પૂછતાં બીજું એક મોટર સાયકલ મોટા ગામથી રાત્રે ચોરેલાનું જણાવેલ હતું.

પકડાયેલ મોટર સાયકલની વિગત
(૧) *હીરો કંપનીનુ સ્પેલેન્ડર પ્લસ લાલ તથા બ્લયુ  પટ્ટાવાળુ જેનો એન્જીન નંબર HA10AGHHE40692 તથા ચેચીસ નંબર MBLHAR072HHE37080 નો તથા જેનો આર.ટી.ઓ. રજી. નંબર જી.જે.૦૮.બી.જી.૧૫૬૫ નો હોય જે મો.સા.ની કિ.રૂ. ૩૦,૦૦૦/-
(૨) *હીરો પેશન પ્રો મો.સા. હોય જેની આગળ – પાછળ નંબર પ્લેટ લગાવેલ નહોય જે બ્લેક તથા સીલ્વર પટ્ટા વાળુ હોય જેનો એન્જીન નંબર HA10ETEGK25261 તથા ચેચીસ નંબર MBLHA10BJEGK20794 નો હોય જે મો.સા.ની કિ.રૂ. ૩૦,૦૦૦/-

જે ઉપરોક્ત મળી આવેલ મો.સા. બાબતે તપાસ કરતા મો.સા.નંબર જી.જે.૦૮.બી.જી.૧૫૬૫ બાબતે *ગઢ પોલીસ સ્ટેશન ગુના રજીસ્ટર નંબર ૧૧૧૯૫૦૨૪૨૨૦૦૩૦/૨૨ ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબનો ડિટેકટ કરેલ છે.

સદરે ઇસમને પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ સ્ટેશને કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here