સિદ્ધપુરમાં આસો સુદ પાંચમના દિવસે ઐતિહાસિક હરસિધ્ધ માતાજીના મંદિરે ૫૬ ભોગનો પ્રસાદ ધરાવાયો

સિદ્ધપુર,(પાટણ) આશિષ કુમાર પાધ્યા :-

સિધ્ધપુર પ્રાચીન તીર્થ ક્ષેત્ર તેમજ ઐતિહાસિક નગરી હોવાથી સિદ્ધપુરમાં આસો સુદ એકમ થી લઇ આસો સુદ પૂનમ સુધી નવરાત્રી પર્વની ઉજવણી કરવામા છે જેમાં ૧૫ દિવસ સુધી રાસ ગરબાની રમઝટ જામે છે. ગુર્જર નરેશ સિદ્ધરાજ જયસિંહના પ્રાચીનકાળથી સિધ્ધપુરના પૂર્વ વિસ્તારમાં આવેલા પ્રાચીન દેવ મંદિરોમાં આસો સુદ ચોથથી શરદ પૂર્ણિમા સુધી માતાજીની ભક્તિ સાથે ગરબાની રમઝટ જામે છે જ્યારે પશ્ચિમ વિસ્તાર જે સોસાયટીઓનો વિસ્તાર છે ત્યાં એકમથી નોમ સુધી ગરબાની રમઝટ સાથે માતાજીની ભક્તિ કરાય છે.
સિદ્ધપુરમાં શનિવારે ચતુર્થી હોય ગણપતિ દાદાની પલ્લીની સાથે વિધિવત નોરતાની શરૂઆત થઈ હતી તે અનુસંધાને ચોથ થી લઇ પૂનમ સુધી વિવિધ માતાજીના પ્રાચીન મંદિરે ફૂલવાડી, કલાત્મક શણગાર, વિવિધ વસ્તુઓ ની લ્હાણી જેવા વિવિધ કાર્યક્રમો કરવામાં આવે છે તે અંતર્ગત સિદ્ધપુરના વારાહીના મહાડમાં આવેલ હરસિધ્ધ માતાજીના પ્રાચીન મંદિરે આસો સુદ પાંચમને રવિવારના રોજ સવારે 11:00 કલાકે સિદ્ધપુરના માઈ ભક્ત મનીષ ભાઈ ત્રિવેદી તરફથી (૫૬ ભોગ )અન્નકૂટ પ્રસાદ ધરાવવામાં આવ્યો હતો આ પ્રસંગે મોટી સંખ્યામાં માતાજીના ભક્તો દર્શનાર્થે પધારી અન્નકુટના દર્શનનો લાભ લીધો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here