બનાસકાંઠા : કાંકરેજ તાલુકાના ઇન્દ્રમાણા ગામમાં લગ્ન પ્રસંગમાં ગુજરાત કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરની હાજરી…

કાંકરેજ,(બનાસકાંઠા) અંકુર ત્રિવેદી :-

પ્રાપ્ત વિગતો અનુસાર કાંકરેજ તાલુકાના ગામ ઇન્દ્રમાણા ના વતની અને હાલમાં બનાસકાંઠા જિલ્લાના સહકાર સિંચાઇ વિભાગ ના ચેરમેન રાઠોડ બલાજી ચમનજી ના પુત્ર ના લગ્નનું આમંત્રણ આપવામાં આવ્યું હતું જેમાં ગુજરાત સરકાર ના શિક્ષણ મંત્રી કિર્તીસિંહ વાઘેલા અને ગુજરાત કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર સહિત બનાસકાંઠા અને પાટણ જીલ્લા ના ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા જેમાં ભાજપ અને કોંગ્રેસના રાજકીય આગેવાનો અને કાર્યકરો તેમજ દરેક સમાજના લોકો મોટી સંખ્યામાં હાજર રહી ને નવદંપતી ને આશીર્વાદ આપ્યા હતા ત્યારે આટલી મોટી સંખ્યામાં લોકો રાત્રી દરમિયાન ઉપસ્થિત રહ્યા હતા ત્યારે 2022નું શકિત પ્રદર્શન કર્યું હોય એવું લાગતું હતું .અને બનાસકાંઠા જિલ્લાના સહકાર સિંચાઇ વિભાગ ના આચાર્ય સહિત ચૂંટાયેલ સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા જેમાં ઠાકોર સમાજ હજારો લોકો ની સંખ્યામાં હાજર રહી ને સમાજમાં એકતાના પ્રતીકરૂપ અને આવનાર સમયમાં વિધાનસભા ની ચુંટણીમાં કોંગ્રેસ પક્ષ માં દાવેદારી મજબૂત બનાવવા માટે પુત્ર ના લગ્નમાં હાજરી આપવા માટે પધારેલ ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર અને તમામ લોકો નો બલાજી રાઠોડ એ આભાર વ્યક્ત કર્યો હતો પરંતુ એક તરફ લોકમુખે ચર્ચા સાંભળવા મળી હતી જેમાં એક શકિત પ્રદર્શન કરી ને પોતાની કાંકરેજ વિધાનસભામાં દાવેદારી મજબૂત કરી દિધી છે એ વાત નક્કી છે ત્યારે આ અંગે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે હું ફકત સામાજીક પ્રસંગે આશીર્વાદ આપવા હાજરી આપી હતી જેમાં પક્ષને કોઈ લેવાદેવા નથી પરંતુ ભાજપ વાળા સંખ્યા અને આગેવાનો જોઈને ભડકી ઉઠી ને ખોટી અફવાઓ ફેલાવી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here