બનાસકાંઠા : કાંકરેજ તાલુકાના ટોટાણા ખાતે સદારામ ધામમાં મુખ્ય પ્રવેશદ્વારનું લોકાર્પણ કરવામાં આવ્યું…

કાંકરેજ, (બનાસકાંઠા) અંકુર ત્રિવેદી :-

પ્રાપ્ત વિગતો અનુસાર કાંકરેજ તાલુકાના સંત શિરોમણી બ્રહ્મલીન સંત શ્રી સદારામ બાપા ના ટોટાણા ખાતે નવનિર્માણ પામેલ મુખ્ય પ્રવેશદ્વાર નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું જેમાં દાતા શ્રી પીન્ટુજી ઉદાજી ઠાકોર ના સ્વર્ગીય માતાપિતા સ્વ.દિનેશજી રેવાજી અને બાલુબેન ઉદાજી ઠાકોર ના સ્મરણાર્થે ઠાકોર સમાજ નું ગૌરવ લઇ શકાય કે એમણે પોતાનાં બાળકોને જન્મ થી મૃત્યુ સુધી ભક્તિ અને શક્તિ સાથે સંસ્કાર કરી ને યોગ્ય રીતે ધન નો ઉપયોગ કરી ને સમાજ અને સંસ્કૃતિ સહિત પ્રજાને કેવી રીતે મદદરૂપ થઈ શકાય એવી રાહ શીખવાડી હતી ત્યારે પવિત્ર આસો સુદ પૂનમ (શરદ પૂર્ણિમા)ના પાવન અવસર પર તારીખ ૦૯/૧૦/૨૦૨૨ ને રવિવાર ના રોજ ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શ્રી જગદીશ ઠાકોર ની અઘ્યક્ષ સ્થાને મુખ્ય પ્રવેશદ્વાર નું લોકાર્પણ કાર્યક્રમ રાખ્યો હતો પરંતુ સંજોગો પ્રમાણે પ્રદેશ પ્રમુખ શ્રી જગદીશ ઠાકોર હાજરી આપી શક્યા નહોતા પરંતુ સંત શ્રી સદારામ આશ્રમ ના સંત શ્રી દાસ બાપુ અને ભરતજી ઠાકોર ધારાસભ્ય(બેચરાજી) તેમજ વાવ ધારાસભ્ય શ્રી ગેનીબેન ઠાકોર ના વરદહસ્તે મુખ્ય પ્રવેશદ્વાર નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું જેમાં કાંકરેજ તાલુકાના ઠાકોર સમાજના અગ્રણી શ્રી ડી. ડી. જાલેરા. અમરતજી ઠાકોર કોંગ્રેસ પ્રદેશ સેક્રેટરી. ભરતસિંહ વાઘેલા બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ. દીનેશ ગઢવી પુર્વ પ્રમૂખ શ્રી બનાસકાંઠા કોંગ્રેસ અને ધાનેરા ના પુર્વ ધારાસભ્ય શ્રી જોઈતાભાઈ પટેલ. પુરાણસિહ વાઘેલા. વિનોદજી ઠાકોર પુર્વ પ્રમુખ શ્રી થરા નગરપાલિકા. બલાજી ઉર્ફે ચમનજી ડાહ્યાજી. મહિપતસિંહ વાઘેલા પુર્વ પ્રમૂખ શ્રી તાલુકા પંચાયત કાંકરેજ. કનુંજી ઠાકોર ડેપ્યુટી સરપંચ પતી ખારિયા. ચેહરસિહ વાઘેલા. સહિત મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને કોંગ્રેસ પક્ષના પીઢ નેતાઓ સાથે કાર્યકરો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે આવનાર દિવસોમાં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અને આમ આદમી પાર્ટી ને ટક્કર આપવા માટે કાળજી રાખીને મતદારો ને રીઝવવા માટે કાળજી રાખીને ભાજપ સરકાર પર પ્રહાર કર્યા હતા પરંતુ કદાચ હજુ સુધી કાંકરેજ તાલુકા માં સાર્વત્રિક રીતે પાંચ રાજકીય પક્ષો સક્રીય ભૂમિકા નિભાવી રહ્યા છે જેમાં પ્રથમ નંબર પર કોંગ્રેસ. બીજા નંબર પર ભાજપ અને હવે ત્રીજા નંબર પર આમ આદમી પાર્ટી નો દબદબો જોવા મળી રહ્યો છે અને બ. સ.પા.અને સમાજવાદી પાર્ટી ના ઉમેદવારો એ પોતાની ડિપોઝિટ ગુમાવવી પડે છે ત્યારે હવે કદાચ આ રીતે સમીકરણો બદલાયા છે ત્યારે અપક્ષ ઉમેદવાર તરીકે કોઈ એન્ટ્રી થઈ શકે તો નવાઈ નથી. પક્ષ સાથે વર્ષો સુધી સતત પ્રયત્નશીલ રહીને સુંદર કામગીરી કરી રહ્યા હોય પણ પક્ષ દ્વારા સામાજીક ક્ષેત્રે સમીકરણો અંગે ટિકિટ ફાળવણી વહેંચણી કરવામાં આવે છે ત્યારે કદાચ કોઈ વ્યક્તિ ભારતીય જનતા પાર્ટી કે કોંગ્રેસ પક્ષના પીઢ નેતાઓ આવું કરવામાં વિચાર અને ચર્ચાએ જોર પકડ્યું છે અને હવે વાત કરીએ કાંકરેજ તાલુકા હાલમાં વર્તમાન ધારાસભ્ય અને ગુજરાત સરકાર ના શિક્ષણ મંત્રી શ્રી કીર્તિસિંહ વાઘેલા ની તો એ વ્યક્તિ વિશેષ માં આવે છે અને સહકાર વિભાગ માં બનાસકાંઠા જિલ્લાના અણદાભાઇ પટેલ(પૂર્વ ચેરમેન થરા એ. પી. એમ. સી) બનાસ બેંક ડિરેક્ટર. બનાસ ડેરી ડિરેક્ટર સહિત સમગ્ર પટેલ આંજણા સમાજના અગ્રણી છે અને હવે તો કોંગ્રેસ અને ભાજપ માં સંગઠનો માં ટાંટિયાખેંચ શરૂ થઈ ગઈ છે ત્યારે કદાચ આમ આદમી પાર્ટી માં પણ આવુંજ કશુંક જોવા મળી રહ્યું છે ત્યારે હવે આ ઠાકોર સમાજના પીન્ટુ ઠાકોર દ્વારા એક શકિત પ્રદર્શન કર્યું હોય તો નવાઈ નહિ. ડી. ડી. જાલેરા અગાઉ ૨૦૧૭ માં ચુંટણી લડ્યા હતા જેમાં સામાન્ય મતો થી હાર થઈ હતી ત્યારે અલ્પેશ ઠાકોર ના સંપર્ક માં આવતા પૂછપરછ કરતાં તેઓ ભાજપમાં જોડાયા હતા અને સમય અનુસાર કાંકરેજ તાલુકા માં સાર્વત્રિક વરસાદથી જનજીવન પ્રભાવિત થયું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો અને પશુઓ અપાર મૃત્યુનો ભોગ બન્યા હતા ૨૦૧૭ નું બનાસ નદીમાં પ્રવાહિત પાણી એ પુર હોનારત સર્જી હતી જેમાં કાંકરેજ તાલુકા માં તહેશ નહેશ ના દ્રશ્યો સર્જાયા હતા ત્યારે દરેક સમાજના લોકો દ્વારા તાત્કાલિક અસરથી ખાદ્ય પદાર્થો અને મેડિકલ અને કપડાં ની વ્યવસ્થા કરી હતી ત્યારે ગુજરાત રાજ્ય ના પુર્વ મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી અને શંકર ચૌધરી સહિત કિર્તીસિંહ વાઘેલા. અલ્પેશ ઠાકોર અને ડી. ડી. જાલેરા અને થરા નગર પાલિકા પ્રમુખ શ્રી વિનોદજી ઠાકોર દ્વારા તાત્કાલિક અસરથી પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી અને રહેવા જમવાની વ્યવસ્થા કરી હતી ત્યારે હવે વર્ષ ૨૦૨૨ માં કાંકરેજ તાલુકા માં પરિવર્તન કે પુનરાવર્તન થાય છે એ વાત અંગે ભારે ચર્ચા થઈ રહી છે પરંતુ કદાચ આ વખતે ભાજપ અને કોંગ્રેસ ના વિખવાદ માં કોઈ અપક્ષ ઉમેદવાર કે આમ આદમી પાર્ટી લાભ લઈ જાય તો? આવા સંજોગોમાં ઘણા બધા સવાલો ઉભા થયા છે ત્યારે પીન્ટુ ઠાકોર દ્વારા સમાજને એક પ્રવેશદ્વાર બનાવી ને ખુલ્લું મૂકવાનો મોકો મળ્યો છે એ હંમેશાં યાદગાર ક્ષણ રહેશે એમાં બે મત નથી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here