કાંકરેજ તાલુકાના રામપુરા પંપીંગ સ્ટેશન પર ખેડુતો એકઠા થઇને સુજલામ સુફલામ્ કેનાલમાં પાણી છોડવા માટે માંગ કરી..

કાંકરેજ,(બનાસકાંઠા) જાનવી રામાનંદી :-

પ્રાપ્ત વિગતો અનુસાર કાંકરેજ તાલુકાના ચાંગા પંપીંગ સ્ટેશન થી નર્મદા કેનાલમાંથી પાણી રામપુરા પંપીંગ સ્ટેશન પર નાખવામાં આવે છે પરંતુ હાલમાં ઉનાળુ વાવેતર કરવામાં આવ્યું છે જેમાં પાણી પૂરતા પ્રમાણમાં મળતું નથી જેથી કરીને પાક સુકાઈ ગયો છે અને ખેડુતો આર્થિક રીતે સદ્ધર થવાને બદલે બેકાર બન્યા છે. જોકે અગાઉ ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી સી આર પાટીલ એ બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને સુજલામ સુફલામ્ કેનાલમાં પાણી છોડવા માટે કહ્યું હતું જેમાં થોડો સમય આપી ને બંધ કરી દેવામાં આવ્યું હતું ત્યારે હવે બનાસકાંઠા જિલ્લાના ખેડુત આગેવાન અમરાભાઈ ચૌધરી સાથે મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થયા હતા અને હવે જો સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે રામપુરા પંપીંગ સ્ટેશન પર થી સિંચાઇ માટે પાણી નહી આપવામાં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી અને નેતાઓ ને પણ પોતાના વિસ્તારમાં ઘુસવા દેવામાં આવશે નહિ. થોડા દિવસ પહેલાં જ આપડા ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું હતું કે બનાસકાંઠા જિલ્લામાં ૭૫ તળાવો નવિન બનાવી ઊંડા કરવામાં આવશે અને ખેડુતો આર્થિક રીતે પગભર બની જાય પરંતુ હાલમાં ઉનાળુ વાવેતર થયું છે ત્યારે નર્મદા કેનાલમાં થી ચાંગા પંપીંગ સ્ટેશન પર થી રામપુરા પંપીંગ સ્ટેશન પર પાણી છોડવામાં આવે તો ખેડૂતોના પાકને જીવતદાન મળી શકે તેમ છે અને હવે ખેડુતો પણ પાણી માટે આકાશ પાતાળ એક કરી ને કોઈ પણ ભોગે સરકાર ને ભીંસમાં લેવા માટે કાળજી રાખીને ધરણાં યોજી ને ઉપવાસ પર ઉતર્યા હતા ત્યારે હવે તારિખ ૨૧/૪/૨૦૨૨ ના રોજ ખેડુત નેતા અમરાભાઇ ચૌધરી ની આગેવાની હેઠળ મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થઈ ને સુજલામ સુફલામ્ કેનાલમાં પાણી છોડવા માટે માંગ બુલંદ કરી ને નારા લગાવ્યા હતા પરંતુ કદાચ આ રીતે સરકારના પેટનું પાણી હાલતું નથી પણ કદાચ આવનાર સમયમાં વિધાનસભા ની ચુંટણીમાં ભાજપ માટે કપરાં ચઢાણ રહેશે કે પછી કોઈ પણ ભોગે સરકાર તરફથી બનાસકાંઠા જિલ્લાના ખેડુતો ને સિંચાઈ માટે પાણી પહોચતું કરવામાં સફળ સાબીત થશે તે જોવું રહ્યું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here