પાવીજેતપુર ખાતે સનરાઈઝ સ્કુલમાં 56 ભોગનો ધામધૂમ પૂર્વક આયોજન કરવામા આવ્યું…

પાવીજેતપુર, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

શાળામાં ગણપતિ દાદા નું સ્થાપન કરવામાં આવ્યું અને બાળકોને રોજ અલગ અલગ ધોરણમાં આરતી અને પ્રસાદ નો લાભ આપવામાં આવ્યો અને બાળકોએ ખૂબ ઉત્સાહભેર ભાગ લીધો.. શાળાના ટ્રસ્ટી શ્રી કૌશિકભાઈ શાહ તેમજ શ્રી પ્રતીક ભાઈ તેમજ પરેશભાઈ શાહ આરતી પૂજાનો લાભ લીધો: શાળાના આચાર્યશ્રીએ અને સ્ટાફગણ ભેગા મળીને ભગવાનના 56 ભોગનું અન્નકૂટ નું આયોજન કરવામાં અને ગણપતિ બાપા ને ગણપતિ કેમ કહેવામાં આવે છે તે સમજૂતી આપવામાં આવી. કે….ગણપતિ બાપા ના ગણ શબ્દનો અર્થ સમૂહ થાય છે. અને ગણના પતિ એટલે ગણપતિ. બપ્પાનો અર્થ છે પિતા. પરંતુ મોરયા શું છે? મોરયા શબદનો અર્થ છે પૂજા. પરંતુ ગણપતિ બાપ્પા મોરયા શબદમાં મોરયાનો અર્થ કંઇક અલગ છે. તેની પાછળ એક કથા છે. મોરયા સ્વામીનો જન્મ મોરગાંવ (ગણપતિ, અષ્ટવિનાયકોમાંથી એક)માં થયો હતો, તેમના પિતા વામનભટ્ટ અને માતા પાર્વતીબાઇ કર્ણાટકથી હતા. તેમને કોઇ સંતાન ન હતું એટલે તે તીર્થ યાત્રા પર નિકળી ગયા અને કનહાં નદીના તટ પર સ્થાઇ થયા. આમ બાળકોને માહિતી આપવામાં આવી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here