મદની શાળા સંકૂલ મોડાસામાં ૭૭માં સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી

મોડાસા, (અરવલ્લી) વસીમ શેખ :-

ધી મુસ્લીમ એજ્યુકેશન ટ્રસ્ટ, મોડાસા સંચાલિત મદની શાળા સંકૂલમાં ૭૭ માં સ્વાતંત્ર પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મુખ્ય મહેમાન તરીકે મહોતરમાં જલ્પાબેન ભાવસાર (પ્રમુખશ્રી મોડાસા નગર પાલિકા)નાવરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું, સદર કાર્યક્રમ માં મુસ્લિમ એજ્યુકેશન ટ્રસ્ટ ના પ્રમુખ જનાબ બાબુભાઇ ટાઢા સાહેબ , સેક્રેટરી જનાબ હાજી કાદરઅલી સૈયદસાહેબ, , મેનેજિંગ ટ્રસ્ટી જનાબ જીવાભાઇ ખાનજી સાહેબ માદયમિક શિક્ષણ સમિતિના ચેરમેન જનાબ શબ્બીરહુસેન ખાનજી સાહેબ ,નર્સિંગ કૉલેજના પ્રોજેકટ કમિટીના ચેરમેન જનાબ મુસ્તુફાભાઈ કાંકરોલિયા સાહેબ તેમજ અન્ય હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા તથા મદની હાઈસ્કૂલ ના ઈ.આચાર્ય જનાબ એમ.એસ.શેખ તથા મદની પ્રાથમિક શાળા ના આચાર્ય જનાબ ઇલિયાસભાઈ સુથાર સાહેબ તથા મદની હાઈસ્કૂલ ના ભુતપૂર્વ આચાર્ય એસ.આઈ.મલેક સાહેબ ઉપસ્થિત રહ્યા હતા . કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેલ મોડાસા નગર પાલિકાના પ્રમુખ શ્રીમતી જ્લ્પાબેન ભાવસારે તેમના પ્રવચનમાં “મેરી મિટ્ટી મેરા દેશ” અંતર્ગત દેશની સ્વતંત્રતા તથા સાર્વ ભૌમત્વનું જતન કરી સૌનો સાથ,સૌનો વિકાશ અને સૌના વિશ્વાસ ઉપર ભાર મૂકી આગામી સદીમાં ભારતને વિશ્વ સત્તા બનાવવાની પ્રેરણા આપી હતી તથા મદની પ્રાથમિક શાળાના બાળકોએ બનાવેલ જુદા-જુદા ચાર્ટ અને મૉડેલનું અનાવરણ કરાવી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રાથમિક વિભાગની શિક્ષિકા ભડકી મહેજબીન બેને કર્યું હતું જ્યારે કાર્યક્રમના અંતે મહેમાનોની આભારવિધિ મદની હાઇસ્કૂલના ઈ.આચાર્ય જનાબ એમ.એસ.શેખ સાહેબે કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here