પાવાગઢ આરોહણ-અવરોહણ સ્પર્ધાને ધ્યાનમાં રાખી પ્રવાસીઓ/દર્શનાર્થીઓની અવરજવર પ્રતિબંધિત

હાલોલ,(પંચમહાલ) ઈશહાક રાંટા :-

આવતીકાલે સવારે 05.00 થી 11.00 કલાક સુધી માંચીથી દૂધિયા તળાવ સુધીનાં પગથિયાઓ પર અવરજવર પ્રતિબંધિત રહેશે

આવતીકાલે પાવાગઢ પર્વત પર રાજ્ય કક્ષાની દ્વિતીય પાવાગઢ આરોહણ-અવરોહણ સ્પર્ધા યોજાનાર છે. આ સ્પર્ધામાં મોટા પ્રમાણમાં સ્પર્ધકો ભાગ લેતા હોઈ કોઈ અગવડ ન પડે અને કોઈ અકસ્માત કે જાનહાનિ સર્જાય નહીં તે માટે ટ્રાફિકનું નિયમન કરવાનાં હેતુસર માંચીથી દૂધિયા તળાવ સુધી ચાલતા ચઢવાનાં પગથિયા પર દર્શનાર્થીઓ/પ્રવાસીઓની અવર-જવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ગુજરાત પોલિસ અધિનિયમ-1951ની કલમ- 33 (1) (ખ) અન્વયે મળેલ અધિકારની રૂએ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી એમ.ડી. ચુડાસમા દ્વારા આવતીકાલે 08 માર્ચ, 2022નાં રોજ સવારનાં 05.00 કલાકથી 11.00 કલાક સુધીનાં સમયગાળા દરમિયાન માંચીથી દૂધિયા તળાવ સુધીનાં પગથિયાઓ પર યાત્રાળુઓ, દર્શનાર્થીઓ, પ્રવાસીઓને ચઢવા-ઉતરવા પર તેમજ પશુઓ દ્વારા સાધન સામગ્રી, ચીજવસ્તુઓનાં વહન કરવા કે અવર-જવર કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પાવાગઢ આરોહણ-અવરોહણ સ્પર્ધામાં ભાગ લેનાર સાહસવીરો તેમજ સંલગ્ન સ્ટાફ આ પગથિયાઓ પર અવર-જવર કરી શકશે. આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર ગુજરાત પોલિસ અધિનિયમની કલમ-131 મુજબ શિક્ષાને પાત્ર ઠરશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here