જિલ્લા પંચાયત પ્રમુખશ્રી કામિનીબેન સોલંકીનાં અધ્યક્ષસ્થાને ત્રિમંદિર, ગોધરા ખાતે મહિલા દિવસની ઉજવણી કરાશે..

ગોધરા,(પંચમહાલ) ઈશહાક રાંટા :-

આવતીકાલે 8મી માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે ત્રિમંદિર, ગોધરા ખાતે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી કામિનીબેન સોલંકીનાં અધ્યક્ષસ્થાને ઉજવણી કાર્યક્રમ યોજાશે. જેન્ડર ઈક્વાલિટી ટુડે ફોર એ સસ્ટેનેબલ ટુમોરોની થીમ પર સવારે 9.30 કલાકે યોજાનાર આ કાર્યક્રમમાં કાલોલનાં ધારાસભ્યસુશ્રી સુમનબેન ચૌહાણ, મહિલા અને બાળવિકાસ અધ્યક્ષશ્રી પ્રેમિલાબેન પરમાર, સામાજિક ન્યાય સમિતીનાં અધ્યક્ષશ્રી મણીબેન કે. રાઠોડ સહિતનાં મહાનુભાવો ઉપસ્થિત રહેશે. મહિલા દિન પ્રસંગે આવતીકાલે વ્હાલી દિકરી યોજના, ગંગાસ્વરૂપા સહાય યોજના સહિતની મહિલાલક્ષી યોજનાઓનાં લાભોનું વિતરણ કરવામાં આવશે તેમજ આંગણવાડી કાર્યકર્તા બહેનોને માતા યશોદા એવોર્ડ તેમજ વિવિધ કાર્યક્ષેત્રમાં ઉત્કૃષ્ઠ કામગીરી કરનારી 20થી વધુ મહિલાઓને સન્માનપત્રનું વિતરણ કરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here