હાલોલ ડેપો દ્વારા નવીન બસ હાલોલથી મુવાડા તેમજ મુવાડાથી વડોદરા એમ બે બસ ની શરૂઆત થતાં વિદ્યાર્થીઓમાં ઉત્સાહનો માહોલ…

કદવાલ,(છોટાઉદેપુર) આદિત્ય ગુપ્તા :-

છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના ગામે આજરોજ અગાઉ તારીખ 11- 3- 2022 ના રોજ કદવાલ હાઇસ્કુલ ના વાલી મંડળ તેમજ મહાકાલ સેના દ્વારા મીટીંગ યોજી વિદ્યાર્થીઓને પડતી હાલાકી જેને લઇને પૂર્વ ધારાસભ્ય શ્રી વેચાતભાઈ બારીયા, વાલી મંડળના પ્રમુખ શ્રી મનીષભાઈ બારીયા, તેમજ મહાકાલ સેના ના પ્રમુખ શ્રી વિરલભાઈ બારીયા જેઓ આવેદનપત્ર આપી સરકારશ્રી ને તેમજ વાહન વ્યવહાર વિભાગના અધિકારીશ્રીને તેમજ લાગતા વળગતા હોદ્દેદારોને આવેદન પત્ર આપી. ધ્યાન દોરેલ કે, તારીખ 21- 3- 2022 ના રોજ અમારી માંગણીઓ ને ધ્યાન ઉપર ન લેવામાં આવે તો અમો વાલી મંડળ તેમજ મહાકાલ સેના દ્વારા “બસ રોકો તેમજ રસ્તા રોકો” આંદોલન કરીશું. જે આંદોલન તારીખ 21-3-2022 ના રોજ કદવાલ ગામે કરવાનું હતું. જેને લઇને તારીખ 20-3-2022 ના રોજ સાંજના સુમારે કદવાલ પોલીસ સ્ટેશનના પો. સ. ઈ. સાહેબ શ્રી મધ્યસ્થી રહી વડોદરા નિયામકશ્રી તેમજ ગોધરા નિયામકશ્રી ની સાથે વાતચીત કરતા. તેઓએ વહેલી સવારે આપેલ હૈયા ધારણા પ્રમાણે નવી બસ ના રૂટ ચાલુ કરી આપવા સહમતી આપી હતી. તે કારણે આંદોલનને પૂર્ણ જાહેર કર્યું હતું. તારીખ 21 -3-2022 ના રોજ નવીન ૨ રૂટ ની બસ હાલોલ મુવાડા તેમજ વડોદરા મુવાડા આમ બે રૂટની બસને તાત્કાલિક ધોરણે ફાળવી ચાલુ કરી આપતા. વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકગણ માં ખુશીનો માહોલ જોવા મળ્યો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here