પંચમહાલ જિલ્લામાં કોરોના સંક્રમણના નવા 05 કેસ નોંધાયા

ગોધરા,(પંચમહાલ) ઇશહાક રાંટા

પંચમહાલ જિલ્લામાં આજે કોરોનાના નવા 05 પોઝિટિવ કેસ મળી આવ્યા છે. આ સાથે જિલ્લામાં કુલ કોરોના કેસોની સંખ્યા 4050 થવા પામી છે. જયારે જિલ્લામાં સક્રિય કેસોની કુલ સંખ્યા 56 થઈ છે, જેમની સારવાર હાથ ધરવામાં આવી રહી છે. આજે મળી આવેલ તમામ કેસો શહેરી વિસ્તારોમાંથી મળી આવ્યા છે.જેમાં ગોધરા શહેરમાંથી 03 અને હાલોલમાંથી 02 કેસ મળી આવ્યો છે. આજે 01 વ્યક્તિને સાજા થતા સારવાર બાદ રજા આપવામાં આવી હતી. આ સાથે કુલ 3853 વ્યક્તિઓને રજા અપાઈ છે. શહેરી વિસ્તારોમાં સંક્રમણના કુલ 2968 કેસ નોંધાયા છે. ગ્રામ્ય વિસ્તારમાં કુલ 1082 કેસ મળી આવ્યા છે. હોસ્પિટલમાંથી રજા મેળવનાર દર્દીઓની કુલ સંખ્યા 3853 થવા પામી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here