નર્મદા જિલ્લામાં છેલ્લા 24 દિવસથી એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

શુ જીલ્લો થયો કોરોના મુકત ??

જિલ્લામાં આરોગ્ય ટૂકડીઓ દ્વારા આજે ૨૯,૮૦૧ વ્યક્તિઓનું કરાયેલું ડોર-ટુ-ડોર સર્વેક્ષણ : ૩૩ જેટલાં જરૂરીયાત વાળા દરદીઓને અપાયેલી સારવાર

COVID-19 મહામારીને અનુલક્ષીને નર્મદા જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના એપીડેમીક મેડિકલ ઓફિસરશ્રી ડૉ. આર.એસ.કશ્યપ તરફથી આજે તા.૧૯ મી જુલાઇ,૨૦૨૧ ના રોજ સાંજે ૫:૩૦ કલાકે પ્રાપ્ત થયેલી જાણકારી મુજબ કોરોના વાયરસના જિલ્લામાં આજે એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી.

નર્મદા જીલ્લા મા છેલ્લા 24 દિવસ થી એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી જે જીલ્લા વાસીઓ માટે ખુબજ સારા સમાચાર છે. ત્યારે અનય સ્થળો એ કોરોના ના કેસ વધી રહયા છે તેવા સમયે નર્મદા જીલ્લા ના લોકો એ ભલે ને હાલ પોઝિટિવ દર્દી ઓ નોંધાતા નહોય પરંતુ કાળજી રાખવી ખુબજ જરુરી છે. કોરોના ના નિયમો નુ ચુસ્તપણે પાલન કરવું જોઈએ , નિયમિત માસ્ક પહેરવા , સોશીયલ ડિસટનસીંગ જાળવવું , એ હજી પણ જરુરી છે.

આજે RTPCR ટેસ્ટમાં ૩૯૧ અને એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં ૩૪૬ સહિત કુલ-૭૩૭ ટેસ્ટ સેમ્પલ ચકાસણી માટે એકત્ર કરાયેલ છે.

નર્મદા જિલ્લામાં આજે તા.૧૯ મી જુલાઇ,૨૦૨૧ ના રોજ આરોગ્ય ટૂકડીઓ દ્વારા કુલ- ૨૯,૮૦૧ વ્યક્તિઓનું ડોર-ટુ-ડોર સર્વે કરવામાં આવ્યું છે, જેમાં શરદી-ખાંસી,તાવ, ઝાડાના દરદીઓ સહિત કુલ-૩૩ જેટલા દરદીઓ ઉકત ચકાસણી દરમિયાન મળી આવતાં આ દરદીઓને જરૂરી સારવાર પુરી પાડવામાં આવી છે. તેની સાથોસાથ આયુર્વેદિક ઉકાળાનો આજદિન સુધી ૧૦૨૦૨૨૯ લોકોએ લાભ લીધો હતો અને હોમિયોપેથી રક્ષણાત્મક ઉપાય તરીકે આર્સેનિક આલ્બમ-૩૦ પોટેન્સી ગોળી ૯૦૬૪૮૩૨ લોકોને વિતરણ કરાઇ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here