નર્મદા જીલ્લાવાસીઓ હવે B પોઝિટિવ થઇ જાઓ – જીલ્લો કોરોના મુકત થવાના આરે

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

નર્મદા જિલ્લામાં છેલ્લા 17 દિવસ થી એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી- અઠવાડિયા થી એક પણ કોરોના નો એકટિવ કેસ પણ જીલ્લા મા નથી

સતત દશ દિવસ સુધી એક પણ કોરોના દર્દી નો કેસ એકટીવ નહોય તો કોરોના મુકત જાહેર કરાય ની શક્યતાઓ

આજદીન સુધી જીલ્લા મા 4290 લોકો કોરોના ની ઝપેટમાં આવ્યા તે પૈકી 153 મોત ને ભેટયા

જિલ્લામાં આરોગ્ય વિભાગ ની સતત દોડધામ આજે ૨૯,૨૯૮ વ્યક્તિઓનું કરાયેલું ડોર-ટુ-ડોર સર્વેક્ષણ : ૩૦ જેટલાં જરૂરીયાત વાળા દરદીઓને અપાયેલી સારવાર

નર્મદા જીલ્લા મા છેલ્લા 17 દિવસ થી એક પણ પોઝિટિવ કેસ નોંધાયો કોવિડ -19 નો નોંધાયો નથી જે જીલ્લા વાસીઓ માટે ખુબજ સારા સમાચાર છે , ઉપરાંત હાલ મા છેલ્લા લગભગ એક અઠવાડિયા થી સમગ્ર જીલ્લા મા એકપણ એકટિવ કેસ નથી જો સતત દશ દિવસ સુધી એક પણ કોરોના નો એકટિવ કેસ ન હોય તો એ વિસ્તાર ને કોરોના ફ્રી ઝોન તરીકે જાહેર કરવામાં આવી શકે છે એવી શકયતાઓ વર્તાતી હોય હવે ટુંક સમયમાં જ સમગ્ર નર્મદા જીલ્લો કોરોના મુકત જાહેર થાય તો નવાઈ નહીં.

COVID-19 મહામારીને અનુલક્ષીને નર્મદા જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના એપીડેમીક મેડિકલ ઓફિસર ડૉ. આર.એસ.કશ્યપ તરફથી આજે તા.૧૨ મી ના રોજ પ્રાપ્ત થયેલી જાણકારી મુજબ કોરોના વાયરસના જિલ્લામાં આજે એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી.

આજ પર્યંત જીલ્લા મા કુલ પોઝિટિવ કેસ ની સંખ્યા 4290 ઉપર પહોંચી છે, જેમાં 153 લોકો મોતને ભેટયા હતા.

આજે RTPCR ટેસ્ટમાં ૪૦૨ અને એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં ૩૨૦ સહિત કુલ-૭૨૨ ટેસ્ટ સેમ્પલ ચકાસણી માટે એકત્ર કરાયેલ છે.

નર્મદા જિલ્લામાં આજે તા.૧૨ મી ના રોજ આરોગ્ય ટૂકડીઓ દ્વારા કુલ-૨૯,૨૯૮ વ્યક્તિઓનું ડોર-ટુ-ડોર સર્વે કરવામાં આવ્યું છે, જેમાં શરદી-ખાંસી,તાવ, ઝાડાના દરદીઓ સહિત કુલ-૩૦ જેટલા દરદીઓ ઉકત ચકાસણી દરમિયાન મળી આવતાં આ દરદીઓને જરૂરી સારવાર પુરી પાડવામાં આવી છે. તેની સાથોસાથ આયુર્વેદિક ઉકાળાનો આજદિન સુધી ૧૦૧૮૮૧૬ લોકોએ લાભ લીધો હતો અને હોમિયોપેથી રક્ષણાત્મક ઉપાય તરીકે આર્સેનિક આલ્બમ-૩૦ પોટેન્સી ગોળી ૯૦૬૩૪૧૫ લોકોને વિતરણ કરાઇ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here