નાંદોદ તાલુકા પંચાયતના ઉપપ્રમુખની રજુઆતના પગલે ઝધડીયાની બિરલા સેન્ચ્યુરી અને DCM કંપની કોરોના મહામારી વધુ ન ફેલાય માટે સક્રિય

નાંદોદ,(નર્મદા) આશિક પઠાણ :-

ખાનગી ક્ષેત્ર ની કંપની ઓએ માસ્ક સેનેટાઇઝર નુ વિતરણ કર્યુ

સમગ્ર દેશમાં કોરોના ની મહામારી વિકરાળ સ્વરુપ ધારણ કરી રહી છે ત્યારે ખાનગી ક્ષેત્ર ની કંપની ઓએ લોકો ના સ્વાસ્થય ને ધ્યાન મા રાખી ને સેવાકીય પ્રવૃતિ ઓ હાથ ધરી છે.

નર્મદા જીલ્લા ના નાંદોદ તાલુકા પંચાયત ના ઉપપ્રમુખ અને ભારતીય જનતા પાર્ટી ના મિડીયા કન્વિનર ની રજુઆત ના પગલે ઝધડીયા ની બિરલા સેન્ચ્યુરી અને DCM કંપની એ લોકો ના સ્વાસ્થય ની જાળવણી માટે કોરોના સામે રક્ષણ મળી રહે એ માટે માસ્ક અને સેનેટાઇઝર નુ વિતરણ કર્યુ હતુ અને એક ઉમદા સામાજિક દાયિતવ દાખવયુ હતુ.

ઝઘડિયા સ્થિત બિરલા સેન્ચ્યુરી દ્વારા નાંદોદ તાલુકાના અંતરિયાળ વિસ્તારોમાં નાંદોદ તાલુકા પંચાયત ઉપપ્રમુખ પાયલબેન હિમાંશુભાઈ દેસાઈ અને નર્મદા જિલ્લા ભાજપ મીડિયા સેલ કન્વીનર આશિષ પટેલ ની રજુઆત ના પગલે 3500 માસ્ક અને DCM કંપની દ્વારા 3500 લીટર સેનેટાઈઝરનું વિતરણ કરાયું હતું.

જે વિસ્તારમાં સેનેટાઇઝર અને માસ્ક વિતરણ કરવામાં આવ્યા ત્યાના જરુરીયાત મંદ લોકો એ કંપની ની કામગીરી ની પ્રશંસા કરી હતી.

આ બાબતે નાંદોદ તાલુકા પંચાયત ઉપપ્રમુખ પાયલબેન હિમાંશુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, હાલ કોરોના કેર વધી રહ્યો છે, ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના સંક્રમણ વધુ ના ફેલાય એ હેતુથી ઔદ્યોગિક કંપની દ્વારા કરાયેલુ આ કાર્ય સરાહનીય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here