નર્મદા જીલ્લામાથી ધીરે ધીરે વિદાય લેતો કોરોના, નર્મદા જિલ્લામાં આજરોજ માત્ર 2 પોઝિટિવ કેસો નોધાયા

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ2 :-

રાજપીપલાની કોવિડ હોસ્પિટલમાંથી સાજા થયેલા ૧૬ દરદીઓ અને કોવિડ કેર સેન્ટરમાંથી સાજા થયેલા ૦૧ દરદીઓને આજે રજા અપાઇ

રાજપીપલાની કોવિડ હોસ્પિટલ , કોવિડ કેર , હોમ આઇસોલેશનમા સહિત પ્રાઈવેટ હોસ્પિટલ ખાતે જીલ્લા મા માત્ર 28 દરદીઓ સારવાર હેઠળ

COVID-19 મહામારીને અનુલક્ષીને નર્મદા જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના એપીડેમીક મેડિકલ ઓફિસરશ્રી ડૉ. આર.એસ.કશ્યપ તરફથી આજે તા.૦૫ મી જૂન, ૨૦૨૧ ના રોજ સાંજે ૫:૩૦ કલાકે પ્રાપ્ત થયેલી જાણકારી મુજબ કોરોના વાયરસના જિલ્લામાં આજે RTPCR ટેસ્ટમાં વધુ ૦૧ અને એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં ૦૧ સહિત કુલ-૦૨ પોઝિટિવ કેસ નોંધાયા છે. જે સાથે જીલ્લા માથી હવે પોઝિટિવ દર્દી નો આંક સતત ધટી રહયો છે , જે જીલ્લાવાસીઓ માટે સારા સમાચાર છે.

રાજપીપલાની કોવિડ હોસ્પિટલમાંથી સાજા થયેલા ૧૬ દરદીઓ અને કોવિડ કેર સેન્ટરમાંથી સાજા થયેલાં ૦૧ દરદીઓને આજે રજા અપાઇ છે આમ, હોમ આઇસોલેશનમા ૨૨ દરદીઓ ઉપરાંત રાજપીપલાની કોવિડ હોસ્પિટલ ખાતે આજની સ્થિતિએ હવે ૦૩ દરદીઓ, રાજપીપલાની કોવિડ કેર સેન્ટર ખાતે ૦૧ અને પ્રાઈવેટ હોસ્પિટલ ખાતે ૦૨ દરદીઓ સહિત કુલ-૨૮ દરદીઓ સારવાર હેઠળ છે.

આજે RTPCR ટેસ્ટમાં ૬૨૭ અને એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં ૪૭૬ સહિત કુલ-૧૧૦૩ ટેસ્ટ સેમ્પલ ચકાસણી માટે એકત્ર કરાયેલ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આજે તા. ૫ મી જૂન, ૨૦૨૧ ના રોજ કોવિડ ડેથ વીથ કોમોર્બીડીટી-૦૧ દરદીનું મૃત્યુ થયેલ છે. આજદિન સુધી શંકાસ્પદ-૧૦૨, કોવિડ ડેથ વીથ કોમોર્બીડીટી-૩૨ અને કન્ફર્મ કોવિડ ડેથ-૧૮ દરદીઓના મૃત્યુ નોંધાયેલ છે. જે સાથે કુલ મૃત્યુ આંક 152 ઉપર પહોંચ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here