સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિત પાસેના કેવડીયા ગામને પોલ્યુશન ફ્રી બનાવવા વિશ્રવ પર્યાવરણ દિવસે વડાપ્રધાનની જાહેરાત

કેવડિયા કોલોની,(નર્મદા) આશિક પઠાણ :-

કેવડીયા બનસે ઇલેક્ટ્રિક વ્હીકલ સીટી –વડાપ્રધાન મોદી

આજરોજ વિશ્રવ પર્યાવરણ દિવસ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ નર્મદા જીલ્લા ના કેવડીયા ગામ ને સવિશેષ ભેટ આપી હતી , કેવડીયા ગામ ને ઇલેક્ટ્રિક વ્હીકલ સીટી તરીકે વિકસીત કરાસે ની જાહેરાત તેઓએ કલરી હતી.

સટેચયુ ઓફ યુનિટી સમગ્ર વિશ્વમાં સહુથી ઉંચી પ્રતિમા તરીકે નુ સ્થાન ધરાવે છે તયારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના ડ્રીમ પ્રોજેકટ ગણાતા સટેચયુ ઓફ યુનિટી ના પ્રોજેકટ ને અવારનવાર નવીન રુપ આપવા વડાપ્રધાન કૃતનિશ્ચયી દેખાતા હોય છે, વિશ્રવ કક્ષા એ આગવી ઓળખ સટેચયુ ઓફ યુનિટી પરાપત કરી ચુકેલ છે તયારે આજરોજ વિશ્રવ પર્યાવરણ દિવસ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ કેવડીયા ને ઇલેક્ટ્રિક વ્હીકલ સીટી તરીકે વિકસીત કરાસે ની જાહેરાત કરી છે. ઇલેક્ટ્રિક વ્હીકલ સીટી મા તમામ પ્રકાર ના વાહનો ઇલેક્ટ્રિક બેટરી થીજ ચાલતા હસે , જેથી પર્યાવરણ ની જાળવણી સાથે એક અનોખી સિદ્ધિ કેવડીયા સહિત સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર મેળવસે.વડાપ્રધાને પોતાના પ્રવચન મા જણાવ્યું હતું કે ઇલેક્ટ્રિક સીટી બનાવવા માટે ની દિશા મા તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવાસે વાહનો ઇલેક્ટ્રિક બેટરી થીજ ચાલતા આ વિસ્તાર મા હવે ગોડસે જે એક ઉપલબ્ધિ સમાન હસે.

નર્મદા જીલ્લો પ્રાકૃતિક સૌંદર્ય ધરાવતો જંગલ વિસ્તારમાં આવેલ હોય કોઈ પણ પ્રકાર નો ઔધોગિક વિકાસ આ વિસ્તાર ના હોય પર્યટન સ્થળ તરીકે વિકાસ કરવાની નેમ વડાપ્રધાન મોદી જયાંરે ગુજરાત રાજય ના મુખ્યમંત્રી હતા તયારથીજ તેઓએ વ્યકત કરી છે, ત્યારે કેવડીયા ને ઇલેક્ટ્રિક વ્હીકલ સીટી તરીકે વિકસીત કરતા બસો, કારો, મોટરસાઈકલ સહિત ના બેટરી થી સંચાલિત વાહનો આ વિસ્તાર માં હવે દોડસે. જે માટે નવા ઇલેક્ટ્રિક પંપો સહિત નુ નવીન ઇનફાસટરકચર વિકસીત થસે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here