કાલોલ જેતપુર બસસ્ટેન્ડ પાસે એક્ટીવા અને બાઈક અથડાતાં એક ઈજાગ્રસ્ત.. બાઈક ચાલક ફરાર

કાલોલ,(પંચમહાલ) ઇમરાન ખાન

કાલોલ તાલુકાના જેતપુર બસસ્ટેન્ડ પાસેથી જેતપુર ના એક ખેડુત એક્ટીવા લઈ ખેતરમાં જતાં હતાં. આ સમય દરમ્યાન સામેથી પુરઝડપે આવતા એક મોટરસાયકલ ચાલકે બાઈકનું સંતુલન ગુમાવી દેતાં ખેડુતની એક્ટીવાને સામેથી અફડાવી દેતાં બંન્ને બાઈક જમીન ઉપર ગઈ હતી. નજીકના જેતપુર ગામના ખેડૂત ની એક્ટીવા બાઈક અથડાતાં ખેડુતની એક્ટીવા સ્લીપ ખાઈ જતાં ખેડુતને પગે નળાના ભાગે આને શરીર પર ઓછી વધતી ઈજાઓ થઈ હતી.ઘટના સ્થળે બાઈક ચાલક તકનો લાભ લઈ ફરાર થઈ ગયો હતો.જે ઘટનાં સ્થળે થી પસાર થતા એક રાહદારી એ તાત્કાલીક ૧૦૮ ને ફોન કરી સારવાર અર્થે કાલોલ રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.જેની જાણ તેનાં પરીવારને કરતાં ઈજાગ્રસ્ત ના પરીવાર જણોએ એક્સીડન્ટ કરનાર મોટરસાયકલ જી.જે.૧૭.બી.આર‌‌.૧૦૧૫ ના અજાણ્યા ચાલક વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા કાલોલ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.જેની કાલોલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here