ધોરાજીમાં વેલેન્ટાઈનડેની પુર્વ સંધ્યાએ પ્રેમીએ પ્રેમિકાનું નાક કાપી છરીના ઘા ઝીંકતા યુવતી ગંભીર હાલતમાં…

ધોરાજી,(રાજકોટ) રાજુભાઇ બગડા :-

રાજકોટ જીલ્લા ના ધોરાજી માં વેલેન્ટાઇન ડેની પુર્વ સંધ્યાએ ધરાર પ્રેમીએ પ્રેમિકાને છરી વડે હુમલો કરી યુવતીનું નાક કાપી ગંભીર ઇજા પોહાચડતા યુવતીને ગંભીર હાલતમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. જ્યારે ધોરાજી પોલીસ દ્વારા આરોપી વિરૂદ્ધ ખૂન કરવાની કોશિશ નો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ મથકે થી પ્રાપ્ત માહિતી મુજબ ધોરાજીના આંબાવાડી કોલોની ખાતે રહેતા ફરઝાના ઉર્ફે હજુ સિતારભાઈ ગનીભાઇ માલવિયા ઉવ ૨૫ જાતે મુસ્લિમ ઘાંચી ને મુળ આટકોટ અને હાલ રાજકોટ ઘંટેશ્વર વિસ્તારમાં રહેતા આરોપી સુલતાન ઉર્ફે ટીપુ જાનમામદ જુણેજા સાથે પરિચય થયો અને પરિચય બાદ પ્રેમ થઈ જતાં યુવતી ફરઝાનાં પ્રેમી સુલતાન સાથે આશરે નવ મહિના પૂર્વે રાજકોટ સાથે રેહવા ચાલી ગઈ હતી. આ દરમિયાન પ્રેમી સુલતાન દ્વારા યુવતીને અવાર નવાર મારકૂટ કરવામા આવતા ફરઝાના ધોરાજી પોતાનાં ઘરે પરત ફરી હતી. ત્યારબાદ આરોપી સુલતાન ને ફરઝાનાં નું ધોરાજી પરત ફરવું ગમ્યું નહીં. જેથી અવારનવાર ફોન દ્વારા યુવતી ફરઝના ને રાજકોટ આવી જવા દબાણ કરવા લાગ્યો હતો. ફરજાના એ જ્યારે સુલતાન ને રાજકોટ પરત ફરવાની ચોખ્ખી ના પાડી દીધી જેથી આરોપી સુલતાન ઉશ્કેરાઈ તેના એક મિત્ર રાહુલ રહેવાસી રાજકોટ વાળા ને લઇ તારીખ 13 ના રોજ વેલેન્ટાઈન ડે ના આગળના દિવસે રાત્રે નવ વાગ્યે યુવતીના ઘરે આવી પહોંચ્યો હતો. જ્યાં સુલતાન અને રાહુલ સાથે મળીને યુવતી પર હુમલો કર્યો હતો અને ફરજાના માથાના આગળના ભાગેથી વાળ કાપી નાખી મારકૂટ કરતા ફરઝાનાંની મોટી બહેન કૌશર અને માતા શમા બેન યુવતીને બચાવવા વચ્ચે પડતા આરોપીઓએ તેમની ધક્કો મારી પછાડી દઇ. યુવતીની ઉપર બેસી તેના ગાલ પર અને હાથ પર તેમજ યુવતીનું નાક કાપી નાખી શરીરના અન્ય ભાગોમાં શરીરના ગંભીર ઘા ઝીકી દેતા ભોગ બનનાર ફરજાના ગંભીર રીતે ઘવાઈ હતી જેને તાત્કાલિક ધોરાજી સરકારી હોસ્પિટલ અને ત્યારબાદ રાજકોટ વધુ સારવાર માટે ખસેડવામાં આવી હતી. આ બાબતની જાણ થતા ધોરાજી પોલીસ વિભાગે આરોપી સુલતાન અને તેના સાથી મિત્ર રાહુલ સામે યુવતીની હત્યા કરવાના પ્રયાસ અંગેની કલમો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં ધરાર પ્રેમી ઓ નો ત્રાસ અત્યંત હદ વળોટી ચૂક્યો છે સુરતમાં યુવતીનું ગળું કાપી નિર્મમ હત્યા કરવામાં આવી અને ધોરાજીમાં વેલેન્ટાઈન ડે ના પૂર્વ સંધ્યાએ પ્રેમી દ્વારા યુવતીની હત્યા કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો જે ગુજરાતમાં શાંતિ સલામતી અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિને પડકારરૂપ હોય તેવું લાગી રહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here