સુરત શહેરના હાર્દસમાં એવા પુણા વિસ્તારમાં બેફામ બનેલા બુટલેગરો તથા જુગાર માફીયાઓ… પ્રશાસન ત્રિનેત્ર ખોલે એવી લોકમાંગ…!!

સુરત, દિપ મહેતા :-

સુરત શહેરના વી વીઆઈપી એવા પુણા વિસ્તારની હદમા ઠેર ઠેર દેશી વિદેશી દારૂ તથા જુગારધામ ધમધમી રહ્યા છે.? જેને લઈને સ્થાનિકો સહિત સભ્ય નાગરિકો હેરાન પરેશાન થઈ રહ્યા હોવાનો ગણગણાટ સંભળાઈ રહ્યો છે.
આ સમસ્ત કાળા કારોબારના કારસ્તાનોની ચર્ચાઓમાં એક વાત મહત્વની ચર્ચાઈ રહી છે કે ગૃહ રાજ્ય મંત્રીનું હોમટાઉન કહેવાતું સુરત શહેર હાલ બુટલેગરો તથા જુગાર માફીયાઓ માટે દલા તરવાડીનું ખેતર બની ગયું છે, જેના કારણે આવા અસામાજિક તત્વોને ખુલ્લો દોર મળી ગયો હોય એવા સમીકરણો ગોઠવાઈ રહ્યા છે..!!?

ઉલ્લેખનીય છે કે પુણા વિસ્તારમાં કાયદાનું સંચાલન કરતા પ્રશાસનના ત્રિનેત્ર સમાન સરકારી મહેકમથી માત્રને માત્ર 800 થી 900 મીટરના અંતરે આ જુગારધામ ધમધમી રહ્યા છે. જેના પ્રકોપે પુણા વિસ્તારના રહીશો આશાની આખડીઓ બાંધી પ્રશ્ન પૂછી રહ્યા છે કે શું ગૃહ મંત્રી દ્વારા આવા ગેરકાયદેસર વ્યવસાય પર રોક લગાવાશે કે નહી..!!?
જોવું રહ્યું કે હવે આવનાર સમયમાં ગૃહ મંત્રી દ્વારા કોઈ યોગ્ય પગલા લેવામાં આવે છેક નહી..!!?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here