સિદ્ધપુરમાં પ્રથમ વખતે રામનવમી પર્વે રામલલ્લાની શોભાયાત્રા નીકળી

સિદ્ધપુર,(પાટણ) આશિષ કુમાર પાધ્યા :-

ઐતહાસિક અને ધાર્મિક નગરી સિદ્ધપુરમાં રામ નવમીના પાવન પર્વે પ્રથમ વાર રામલલ્લાની શોભાયાત્રા નીકાળવામાં આવી હતી.શ્રીરામનવમી શોભાયાત્રા સમિતિ દ્વારા તેનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.આ શોભાયાત્રાનું રોકડીયા હનુમાન મંદિરથી બપોરે ૩ કલાકે પ્રસ્થાન કરાયું હતું જે વિજય લક્ષ્મી, વિજયનગર સોસાયટી, ધરણીધર બંગલોઝ, સનનગર,અમરનાથ મહાદેવ,જયઅંબે ચોક થઈ નિજમદિર પરત ફરી હતી. સિદ્ધપુરમાં શરૂ થયેલી આ શોભાયાત્રાનો રૂટ વધારી આગામી વર્ષેથી સિદ્ધપુર શહેરના ભાવિક ભક્તોને પણ દર્શનનો લ્હાવો મળે એવું નગરજનો ઈચ્છી રહ્યા છે.સનાતની હિન્દુ સમાજ ના આરાધ્યદેવ ભગવાન શ્રી રામજીના જન્મોત્સવ નિમિત્તે સિધ્ધપુર નગર તેમજ તાલુકાના સમસ્ત સનાતની હિન્દુ સમાજનાં સેવાભાવી સંગઠનો,વિવિધ ભક્તમંડળો,યુવક મંડળો, રાસગરબા મંડળો,સહિત ભક્તો,ઉપાસકો ધ્વજ પતાકા સાથે શોભાયાત્રામાં ઉત્સાહભેર જોડાવા હતા. આ શોભાયાત્રાનું ઠેરઠેર ઉમળકાભેર સ્વાગત કરાયું હતું.આ શોભાયાત્રાનું શહેરમાં લાઈવ પ્રસારણ પણ કરાયું હતું. આ શોભાયાત્રામાં કોઈ અનિચ્છનીય ઘટના બને નહિ તે માટે પોલીસ દ્વારા ચાંપતો બન્દોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આ શોભાયાત્રામાં ધારાસભ્ય,નગરપાલિકા પ્રમુખ સહિત રાજકીય પદાધિકારીઓ, સમાજીક આગેવાનો સહિત ભાગવાન શ્રી રામજીના ભાવિક ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here