રાષ્ટ્રીય બાલિકા દિવસ નિમિતે જિલ્લા પંચાયત ગોધરા ખાતે તેજસ્વિની પંચાયતની સામાન્ય સભાની બેઠક યોજાઈ

ગોધરા, (પંચમહાલ) ઇશહાક રાંટા :-

પંચમહાલ જિલ્લામાં સૌપ્રથમવાર તેજસ્વિની પંચાયતની રચના કરવામાં આવી છે. મહિલા અને બાળ વિકાસ અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ તેજસ્વિની પંચાયતના સામાન્ય સભાના પ્રમુખ તરીકે હેપ્પી દેસાઈ તેમજ ઉપપ્રમુખ તરીકે આનંદીબેન રાઠવા તેમજ અન્ય સભ્યોની રચના કરાઈ હતી.આજરોજ રાષ્ટ્રીય બાલિકા દિવસ નિમિતે જિલ્લા પંચાયત,ગોધરા ખાતે જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.કે.બારીયાની હાજરીમાં તેજસ્વિની પંચાયતની સામાન્ય સભા યોજાઈ હતી.

જેમાં તેજસ્વિની પંચાયતની સામાન્ય સભામાં મુખ્ય સાત એજન્ડા ઉપર ચર્ચા કરવામાં આવી હતી.શિક્ષણ, જાહેર આરોગ્ય ,કિશોરી સુરક્ષા, કિશોરી સ્વરોજગાર, કિશોરી સુપોષણ ,દીકરીઓના હકો અને અધિકારો જેવા મુદ્દાઓ અને અમલીકરણ પર ચર્ચા કરાઈ હતી.

સામાન્ય સભામાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વ્હાલી દિકરી યોજનાના પાંચ(૫)મંજૂરી હુકમ તેમજ દીકરી વધામણા પાંચ(૫) કીટ વિતરણ, હાઈજેનિક કીટ કુલ-૪૫ વિતરણ, બાલિકાઓની પ્રોત્સાહન રૂપે મગ વિતરણ તેમજ પંચમહાલ જિલ્લામાં ધોરણ ૧૦માં પ્રથમ ત્રણ નંબર મેળવનાર કન્યાઓ, ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહમાં પ્રથમ ત્રણ નંબર મેળવનાર કન્યાઓ, ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં પ્રથમ ત્રણ નંબર મેળવનાર કન્યાઓને તેમજ શિક્ષણ ક્ષેત્રે તેજસ્વી બાલિકાઓને ૩૦- એજ્યુકેશન કીટ વિતરણ કરવામાં આવી હતી.

સામાન્ય સભામાં ઉપસ્થિત તમામ અધિકારી, પદાધિકારીઓ તેમજ સભ્યો અને મહેમાનો દ્વારા પ્રતિજ્ઞા લેવામાં આવી હતી કે ” હું મારા પરિવાર અને સમાજમાં દીકરીઓના જન્મને આવકારીશ, હું હંમેશા સ્ત્રી શક્તિનું આદર સન્ન્માન્ કરીશ અને તેઓ આત્મનિર્ભર બને તે માટે પૂરતા પ્રયત્નો કરીશ તેમજ દીકરીને શિક્ષણ અને સલામતીને સુનિશ્ચિત કરવાની આથી પ્રતિજ્ઞા લઉં છું”

આજના કાર્યક્રમમાં મહિલા બાળ વિકાસ અને યુવા પ્રવૃત્તિના ચેરમેન હીરાબેન અમરસિંહ રાઠોડ,તેજસ્વિની જિલ્લા પંચાયતના અધ્યક્ષ હેપ્પી વિનોદકુમાર દેસાઈ,જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ગાયત્રીબેન પટેલ,જિલ્લા આઈ.સી.ડી.એસ અધિકારી શ્રીમતી રમીલાબેન ચૌધરી,જિલ્લા દહેજ પ્રબંધક અધિકારી કિરણબેન તરાલ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here