ધાનપુર પોલીસે પ્રોહીબિશનના ગુનામાં છેલ્લા અઢી વર્ષથી ફરાર મધ્ય પ્રદેશના આરોપીને ઝડપી પાડ્યો…

ધાનપુર, (દાહોદ) મોહન બારીયા :-

દાહોદ જિલ્લા પોલીસ વડા ડોક્ટર રાજદીપસિંહ ઝાલા સાહેબે ધાનપુર પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર જી ચુડાસમા સાહેબને અસામાજિક પ્રવૃત્તિ ગેરકાયદેસર દારુ નું વેચાણ કરતા અને ફરાર વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા જરૂરી માર્ગદર્શન કરતાં ધાનપુર પોલીસ સ્ટેશન માં પોહીબિશન ના ગુનામાં છેલ્લા અઢી વર્ષથી નાસ્તા ફરતા ફરાર બુટલેગર આરોપી રાકેશ બલુભાઈ ગામ ભજીયાણા તાલુકો કઠીવાડા અલીરાજપુર મધ્ય પ્રદેશ નો વોન્ટેડ બુટલેગર ધાનપુર તાલુકાના પાનમ ગામે આવ્યો છે તેવી અંગત બાતમી ધાનપુર પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર જી ચુડાસમા સાહેબને મળતા પોલીસ સ્ટાફના જવાનો અનિલકુમાર મોહનભાઈ દીપકભાઈ પ્રકાશભાઈ સાથે પાનમ ગામે બાતમી વાળી જગ્યાએ વોચ ગોઠવી અઢી વર્ષથી વોન્ટેડ આરોપીને ઝડપી પાડી ધાનપુર પોલીસ સ્ટેશનમાં લાવી કાયદેસરની કાર્યવાહી કરી જેલ હવાલે કરેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here