ધાનપુર તાલુકા ખાતે આદિવાસી સમાજમાં લગ્ન પ્રસંગે ખોટા ખર્ચ અટકાવવા સમાજ જાગૃતિ અભિયાન રાખવમાં આવ્યું

ધાનપુર, (દાહોદ) મોહન બારીયા :-

મળતી વિગતો મુજબ ધાનપુર તાલુકાનમાં ભીલ સમાજ પંચ દ્વારા મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઉપસ્થિત ધાનપુર તાલુકાના પ્રમુખ અભેસિંહ મોહનિયા તેમજ કારોબારી અધ્યક્ષ અભેસિંહ વી મોહનિયા ઉપસ્થિત રહ્યા તમામ જિલ્લા સભ્યો તમામ તાલુકા સભ્યો તમામ સરપંચો ફળિયા પટેલ પુજારા તેમાં ધાનપુર તાલુકાના 90 ગામોમાંથી પધારેલા તમામ નાના-મોટા અંગેવનો યુવાનો હાજર રહ્યા હતા અને ભીલ સમાજ પંચ દ્વારા નક્કી કરેલી લગ્નમાં ખોટા ખર્ચા અટકાવવા માટે તેમજ ડીજે દારૂ બંધ કરવામાં આવે તેવી ચર્ચા વિચારણા કરવામાં આવી હતી ધાનપુર તાલુકાના દરેક ગામોમાંથી સરપંચ તાલુકા સભ્યો જિલ્લા સભ્યો અને અને ગામના હોદેદારો વડીલો પટેલો પુજારાઓ ની સંમતિ લેવામાં આવી હતી કે ભીલ સમાજ પંચ દાહોદ દ્વારા આદિવાસી સમાજમાં ચાલતા કુરિવાજો ને ડામવા માટે સમાજના આગેવાનો વડીલો આગળ આવે અને અને આપણા આદિવાસી સમાજની અંદર ચાલતા કુરીવાજો બંધ કરવામાં મદદરૂપ થાઓ અને સમાજને આગળ આગળ વધવા તેમજ લગ્નમાં સમાજની રીતે રીવાજ મુજબના લગ્ન પ્રસંગમાં વપરાતા વાજીંત્રો જેમ કે ઢોલ શરણાઈ જેવા કે આદિવાસી સમાજમાં પરંપારિક રીતે ચાલતા જેતે જૂના રિતી રિવાજો મુજબ ચાલવા અને આપણા આદિવાસી સમાજનીબોલી ભાષા રહેણીકરણી રીતીરિવજો જળવાઈ રહે તે માટે ભીલ પંચ ગરબા ના શિક્ષક મિત્રો અને ધાનપુર તાલુકા ના શિક્ષક મિત્રો પણ સમાજ વાહરે આવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here