અરવલ્લી : સોમપુર ત્રણ રસ્તાં નજીક ફીલ્મી ઢબે હ્યુન્ડાઇ આઇ ર ૦ ગાડીનો પીછો કરી ભારતીય બનાવટનો વિદેશી દારૂ તેમજ બીયરના ટીન સાથે બે આરોપીઓને પકડી પાડતી એલ.સી.બી. પોલીસ

મોડાસા,(અરવલ્લી) વસીમ શેખ :-

ભારતીય બનાવટનો વિદેશી દારૂ તેમજ બીયરના ટીન મળી કુલ નંગ -૪૩૬ કિં.રૂ .૧,૬૩,૦૫૦ / – નો ભરેલ પ્રોહી મુદ્દામાલ તથા ગાડી મળી કુલ કિ.રૂ. ૬,૭૩,૦૫૦ / – ના મુદ્દામાલ ઝડપાયો

પોલીસ મહાનિરીક્ષકશ્રી અભય ચુડાસમા સાહેબ , ગાંધીનગર વિભાગ , ગાંધીનગર તથા પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત , સાહેબ અરવલ્લી નાઓએ જિલ્લામાં પ્રોહીબીશન તથા જુગારની તથા નશીલા માદક દ્રવ્યોની પ્રવૃત્તિ આચરતા ઇસમો ઉપર રેઇડો કરી અસરકારક પરિણામલક્ષી કામગીરી કરવા માર્ગદર્શન સુચનાઓ આપેલ હતી . જે આધારે શ્રી સી.પી વાઘેલા , પોલીસ ઇન્સપેકટર , એલ.સી.બી.મોડાસા નાઓએ એલ.સી.બી. સ્ટાફના અધિકારી કર્મચારીઓને શનની હેરાફેરી વેચાણ કરતા સમોની જરૂરી બાતમી મેળવી અસરકારક કાર્યવાહી કરવા સુચનાઓ આપેલ હતી . જે અન્વયે એલ.સી.બી. સ્ટાફના માણસો માલપુર પોલીસ સ્ટેશનની હદમાં પ્રોહી પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ફરતા ફરતા સોમપુર ત્રણ રસ્તો નજીક ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે , હ્યુન્ડાઇ આઇ ૨૦ ગાડી નંબર GJ 18 BN 3662 માં તેનો ચાલક તથા તેની સાથે નો એક ઇસમ ભારતીય બનાવટનો ઇગ્લીંશ દારૂ લઇ આવનાર હોય જે બાતમી આધારે સોમપુર ત્રણ રસ્તા નજીક વોચમાં ઉભા હતાં દરમ્યાન હ્યુન્ડાઇ આઇર ૦ આવતાં તેને રોકતાં તેનો ચાલકે ઉભી રાખેલ નહી અને પાછી વાળી ભાગવા જતાં રોડ સાઇડના મોટા પથ્થર સાથે ટકરાવાં ગાડી ઉભી રહી ગયેલ જે ગાડીમાં બે આરોપી સહીત ભારતીય બનાવટના ઇગ્લીંશ દારૂની આખી પેટી નંગ -૧૫ તથા છુટી બોટલ તથા બીયરના છુટા ટીન -૧૮૪ મળી કુલ બોટલો / ટીન નંગ -૪૩૬ જેની કુલ કિં.રૂ .૧,૬૩,૦૫૦ નો પ્રોહી મુદ્દામાલ તથા તથા ગાડી ની કિ.રૂ .૫,૦૦,૦૦૦ / – તથા મોબાઇલ નં -૨ મળી કુલ રૂપીયા . ૬,૭૩,૦૫૦ / નો મળી આવતા તપાસ અર્થે કબજે લીધેલ છે . જે અંગે માલપુર પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એકટ હેઠળ ગુન્હો રજીસ્ટર કરાવવામાં આવેલ છે . પકડાયેલ આરોપી ( ૧ ) ભંવરલાલ સ.ઓ. માધુજી જાતે મીણા ( પારઘી ) ઉ.વ .૩૧ રહે.ધુની ખાકલ પોસ્ટ – શ્યામપુરા તા.ચરાડા જી.ઉદેપુર ( રાજસ્થાન ) ( ૨ ) કાંતીલાલ સ.ઓ. રામલાલ જાતે ભગોરા ઉ.વ .૨૬ રહે.ચુન્ડાવાડા તા.વીંછીવાડા જી.ડુંગરપુર કામ કરનાર અધિકારી કર્મચારીઓ ( ૧ ) શ્રી સી.પી વાઘેલા , પોલીસ સબ ઇન્સપેકટર , એલ.સી.બી અરવલ્લી જિલ્લો , તથા એલ.સી.બી સ્ટાફના ( ૨ ) શ્રી એમ.બી.ભગોરા પો.સબ.ઇન્સ ( ૩ ) અ.હે.કો શંકર ધુળાજી ( ૪ ) અ.હે.કો હરેશભાઇ કાંતીભાઇ ( ૫ ) અ.હે.કો કલ્પેશસિટ કરણસિંહ ( ૬ ) અ.હે.કો.અભેસિંહ કોદરસિંહ આમ લોકલ ક્રાઇમ બ્રાન્ચ અરવલ્લી ધ્વારા પ્રોહીબીશનનો ગણનાપાત્ર કેસ શોધી પ્રસંશનીય કામગીરી કરેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here