દસ વર્ષની છોકરીને તેના પરિવાર સાથે મિલન કરાવતી અરવલ્લી અભયમ ટીમ

મોડાસા, (અરવલ્લી) વસીમ શેખ :-

અરવલ્લી 181 મહિલા અભયમ ટીમ આવી પીડિતની વ્હારે

અરવલ્લી જિલ્લામાં 181 મહિલા હેલ્પલાઇન ના કાઉન્સેલર મનિષાબેન મકવાણા અને તેમની ટીમ ફરજ પર હાજર હતા તે દરમિયાન જાગૃત નાગરિકનો કોલ 181 મહિલા હેલ્પલાઇન પર મળ્યો હતો, જેમાં જણાવેલ કે મોડાસામાં મેઘરજ ચોકડી પર એક દસ વર્ષની છોકરી બેઠી છે અને રડી રહી છે તથા નામ સરનામું જણાવતી નથી.

કોલ મળ્યા બાદ 181 ની ટીમ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચી તે છોકરીને શોધી તેનું કાઉન્સિલિંગ કર્યું હતું. કાઉન્સિલિંગ કરતા જાણવા મળ્યું કે તે છોકરી મોડાસાના નજીકના એક ગામની છે, અને આજે મોડાસા સરસ્વતી વિદ્યાલયમાં પરીક્ષા આપવા માટે આવી હતી પરીક્ષા પૂરી થયા બાદ તેના પિતા તેને લેવા માટે આવેલા હતા પરંતુ છોકરી શાળાના બીજા દરવાજાથી નીકળતા મોડાસા સિટીમાં આવી ગઈ હતી અને પછી તેને ખબર ન હતી કે શાળાએ પરત જવાનો રસ્તો કઈ બાજુ છે તો પછી અમે શાળાના શિક્ષકનો સંપર્ક કરી છોકરીના વાલીની માહિતી મેળવી છોકરીને તેના પિતાને સોંપેલ છે અને ફરી કોઈ વાર મદદ જણાય તો 181 પર કોલ કરી મદદ મેળવવા જણાવ્યું. છોકરીને તેના પિતા અને પિતાને તેમની છોકરી મળી જવાથી 181 અરવલ્લી અભયમ ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here