બોડેલીમાં ભર ઉનાળે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

આજરોજ છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં ભારે વરસાદ પડતા બોડેલીના નીચાણવાળા વિસ્તારની સોસાયટીઓમાં પાણી ભરાયા હતા અલીપુરા વિસ્તારમાં બસ સ્ટેશન પાસે એક ચાઈનીઝ બનાવતા દુકાનમાં પણ પાણી ભરાયા હતા આ વરસાદ ભર ઉનાળે ધોધમાર પડતા લોકોને અવરજવરમાં પણ મુશ્કેલીમાં મુકાયા હતા આજે બોડેલીમાં વાદળ વાયા વાતાવરણ સાથે સાંજને સમયે વાવાઝોડા સાથે વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો બોડેલીમાં આવેલ રેલવેના ગળનાળામાં પણ આજે પાણી ભરાયા હતા તેમજ અલીપુરાની સોસાયટીઓ નીચાણવાળા ભાગમાં પણ પાણી ભરાતા લોકોને અવરજવરમાં મુશ્કેલી થઈ હતી.
આ ધોધમાર વરસાદની લીધે બોડેલીમાં આવેલ અમન પાર્ક સોસાયટીમાં પણ પાણી ભરેલા જોવાયા હતા તેમજ ગોપાલ ટોકીઝ થી રાજખેરવારોડ પર પાણી ભરાયા આજે છોટાઉદેપુર જિલ્લામાં એકાએક વાતાવરણના મા પલટો થતા ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો હતો આ ભર ઉનાળે ધોધમાર વરસાદ પડતા જગતનો તાત પણ ચિંતિત…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here