ઇડરિયા મલકનો બોલી વિશેષ એક મહત્વનો સંશોધનગ્રંથ

ગોધરા,(પંચમહાલ) ઈશહાક રાંટા :-

248 પેજની આ સંકલિત સંશોધિત સામગ્રીને આવકારતા ડૉ રાજેશ મકવાણા લખે છે કે અહીં બોલીનું વિસ્તૃત પૃથક્કરણ કરવામાં આવ્યું છે,કોઈ આર્થિક સહાય વગર થયેલું આ સંશોધન છે લુપ્ત થતી સંસ્ક્રુતિને અંકે કરી છે. પુસ્તકના આરંભે ઇડર પ્રદેશની ભૂગોળ આપી છે.પછી ગામો એના નામો પાછળનો લોકમુખે આવતો ઇતિહાસ જેમ કે- રેવાહ એટલે રહેવાસ , પછી માણસોનાં વિવિધ નામોના અર્થો જેમ કે મુમના-મુસ્લિમ ખેડૂત. લોકોના પરિચયમાં જાતિવાર પરિચય આવે જેમાં કાંગસિયા જેવી વિચરતી જાતિનો પહેરવેશ,કલા,રિવાજ વગેરેની ટૂંકી નોંધ મળે. તો પટેલના ત્રણ પ્રકારો પણ મળે. ત્યારબાદ જાતિવાર બોલાતા બોલીના શબ્દો અને તેનું વિવરણ છે. જેમાં ખેડૂત, વણકર,સુથાર, લુહાર,કડીયા,રાવળ વગેરે તળજીવનના શબ્દોનો પરિચય થાય.જેમ કે તૂરી બોલીમાં ધધા એટલે પૈસા. આ ઉપરાંત ઘરના, વસ્ત્રોના,ઘરેણાંના,પૂજાના, વૃક્ષોના,અનાજના,આદતોના વગેરે શબ્દો મળે છે. જેમકે અઢીવટો (પુ) સિવેલી ધોતી(ઠાકોરો નું પહેરણ)
આ ઉપરાંત સઁખ્યાવાચક શબ્દો, સ્થાનવાચક શબ્દો, કહેવતો,રૂઢિપ્રયોગો વગેરે વિભાગોમાં અઢળક સામગ્રી મળે જે લોકસંસ્કૃતિને સમજવામાં ખૂબ ઉપયોગી બને.જેમકે હેલરી ભેળી એરડી પીલાય. આશ ખારીયાં પરવાં(દુશ્મનાવટ ઉભી કરવી )
આ રીતે સંશોધનમાં સંપૂર્ણ શિસ્ત જળવાઈ છે. કૈક નવું મળ્યાનો આનંદ થાય છે.આપણી ભાષાનો આ સાચવી રાખવા જેવો ગ્રન્થ હોવાનું ગર્વ થાય છે. સર્જન,વિવેચન,સંશોધન ક્ષેત્રે સતત કાર્યરત દિનુભાઈ આવા અનેક ઉન્મેષ પ્રગટાવી મા ભાષાની સેવા કરે એ અપેક્ષા સહ તેમનું આ 16મુ પુસ્તક હર્ષભેર આવકારીએ. અને “ઇડરિયા મલકના ઋણનો ભાર હળવો કરવા મેં પા પા પગલી માંડી છે.
દિનુભાઈના આ શબ્દોમાંથી આપણેય આપણા મલક સામે જોવાની પ્રેરણા લેવી જોઈએ.
પ્રાપ્તિસ્થાન
દામિની પબ્લિકેશન
ચાંદખેડા અમદાવાદ
મો.9924721659

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here