વિશ્વ રેડ ક્રોસ દિવસ તથા વિશ્વ થેલેસેમિયા દિવસ નિમિત્તે ઈમરજન્સી બ્લડ ડોનેટ ગ્રુપ અને તારાપુર મુસ્લિમ સમાજના યુવાનો દ્વારા રક્તદાન કરી અનોખી ઉજવણી કરવામાં આવી

તારાપુર, (આણંદ) મંહમદ રફિક જે દિવાન કિસ્મત :-

તારાપુર ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી તાલુકા બ્રાન્ચ શ્રીમતી હંસાબેન હીરાલાલ રેડક્રોસ ભવન ખાતે ઈમરજન્સી બ્લડ ડોનેટ ગ્રુપ અને તારાપુર મુસ્લિમ સમાજના યુવાનો ના સહયોગથી સ્વૈચ્છિક રક્તદાન શિબિર નું આયોજન ઇંડિયન રેડક્રોસ સોસાયટી તારાપુર ખાતે કરવામાં આવ્યું. જેમાં ૧૨ યુનિટ રકત એકત્ર કરી જરૂરિયાત મંદ દર્દીઓને સમયસર રક્ત મળી રહે તેવા આશયથી સેવા અર્થે રક્તદાન કેમ્પઅર્પણ કરવામાં આવેલ આ સમગ્ર કાર્યક્રમ વિશ્વ રેડ ક્રોસ દિવસ તથા વિશ્વ થેલેસેમીયા દિવસ મુસ્લિમ સમાજના યુવાનો દ્વારા અનોખી પહેલ કરી રક્તદાન શિબિર નું આયોજન કરી અનોખી ઉજવણી કરવામાં આવી.તે બદલ આ કાર્યક્રમમાં ભાગ લેનાર સર્વ રક્તદાતા તથા આયોજકશ્રી નો ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી તારાપુર તાલુકા બ્રાન્ચ શ્રીમતી હંસાબેન હીરાલાલ રેડક્રોસ ભવન પરિવાર વતી અંતઃકરણથી આભાર વ્યક્ત કરી શુભેચ્છાઓ સાથે અભિનંદન પાઠવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here