ડેડિયાપાડા પાસેના ટીબાપાડા ગામની સનાતન ધર્મ સિનિયર સેકંડરી સ્કૂલના આચાર્ય તેમજ શિક્ષકની અશ્રુભીની વિદાય

ડેડિયાપાડા, (નર્મદા) આશિક પઠાણ :-

શાળા માં છેલ્લા 28 વર્ષ થી ફરજ બજાવી અન્યત્ર ફરજ માટે જતાં શાળા પરિવાર સહિત વિધાર્થીઓ મા વિદાય વેળા એ ગમગીની

ડેડીયાપાડા તાલુકાના ટીંબાપાડા ગામમાં આવેલ ઇનરેકા સનસ્થાન સંચાલિત સનાતન ધર્મ સિનિયર સેકંડરી સ્કૂલમાં છેલ્લા 28 વર્ષથી ફરજ બજાવી રહેલ શાળાના આચાર્ય જયેશકુમાર કાંતિલાલ પટેલ અને તેમની સાથે શિક્ષક તરીકે ફરજ બજાવી રહેલા સંજયકુમાર અનિરુદ્ધભાઈ રાવલ અન્ય શાળામાં આચાર્ય તરીકે નવી નિમણૂક મેળવેલ છે,જેથી નવી શાળામાં ફરજ બજાવવા જવાનું હોઈ તેમને તેમની આ સનાતન ધર્મ સિનિયર સેકન્ડરી સ્કૂલ ટીમબાપાડાના છેલ્લા દિવસે તેમને તેમની શાળા પરિવાર તરફથી પુષ્પગુચ્છ અર્પણ કરી વિદાય આપવામાં આવીહતી .

સાથે સાથે શાળા પરિવાર તરફથી તેમના વ્યવસાયિક જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિ થાય અને તેમનું આગામી જીવન સમૃદ્ધિ અને સુખમય નીવડે તેવી શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.
વિદાય કાર્યક્રમ દરમિયાન સનાતન ધર્મ સિનિયર સેકન્ડરી સ્કૂલ ટીમબાપાડા શાળામાં ફરજ બજાવવા દરમિયાન તેમને કરેલી તેમની કામગીરી અને તેમને શાળા પરિવાર સાથે રાખેલા વ્યવહાર અને વર્તન અંગે શાળા પરિવારના શિક્ષકો તરફથી પોતાના વક્તવ્ય માં પ્રશંસા કરવામાં આવી હતી. આ બંને શિક્ષકો ની વિદાય વેળા એ પોતાની આટલી લાંબી નોકરી દરમિયાન શાળા પરિવાર સાથે વિતાવેલા સમયના સ્મરણો વાગોળતા એક લાગણીસભર અને ભાવનાત્મક વાતાવરણ ઊભું થયું હતું. વિદ્યાર્થીઓને આ શિક્ષકો દ્વારા આપવામાં આવેલ જ્ઞાન અને વિદ્યા અભ્યાસના કારણે બંધાયેલા એક ગુરુ-શિષ્યના સંબંધને કારણે વિદ્યાર્થીઓએ પણ પોતાની લાગણી પોતાના શિક્ષક માટે વ્યક્ત કરી હતી. આ કાર્યક્રમ દરમિયાન સનાતન ધર્મ સિનિયર સેકન્ડરી સ્કૂલ ટીમબાપડા પરિવાર ઉપસ્થિત રહ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here