છોટાઉદેપુર જિલ્લામાં બનાવટી સરકારી કચેરી ઉભી કરી રૂ 4 કરોડ 15 લાખનું કૌભાંડ ઝડપાતા ચકચાર…

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

આદિજાતિ વિભાગ પ્રયોજના કચેરીમાંથી ગ્રાન્ટ મેળવી નાણાંની ઉચાપત કરવામાં આવી. પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે ખોટી કચેરી ઉભી કરી કાર્યપાલક ઈજનેર સિંચાઈ વિભાગ બોડેલી માટે છોટાઉદેપુર આદિજાતિ વિભાગ પ્રયોજના વહીવટ દારની કચેરીએ દરખાસ્ત મોકલવામાં આવતી હતી. અને ગ્રાન્ટ પાસ કરી નાણાં ની ઉચાપત કરવાનું કૌભાંડ ઝડપાયું છે. જે અંગે રૂ 4 કરોડ 15 લાખના કૌભાંડનો પર્દાફાશ થતા સમગ્ર સરકારી આલમમાં ચકચાર મચી ગયો હતો. છોટાઉદેપુર પોલીસ મથકે પ્રયોજના વહીવટદાર કચેરીના ક્લાર્ક જાવીદભાઈ ઇબ્રાહિમભાઈ માકણોજીયા દ્વારા ફરિયાદ નોંધાવી છે. જે અંગે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી આ અંગે આરોપી સંદીપ રાજપૂત નામના વ્યક્તિની પોલીસે ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે તારીખ 26 7 21 થી 25 10 23 ના સમયગાળા દરમિયાન કાર્યપાલક ઈજનેર સિંચાઈ પ્રોજેક્ટ ડિવિઝન બોડેલી નામની ખોટી કચેરી ઊભી કરી કાર્યપાલક ઇજનેરના નામની રાજ્ય સેવક તરીકેની ખો ખોટી ઓળખ આપી તેના સહી સિક્કા બનાવી ખોટી સહીઓ કરી ખોટા દસ્તાવેજો તૈયાર કરી છોટાઉદેપુર પ્રાયોજના વહીવટદાર કચેરીમાં અગાઉના અધિકારી અને કર્મચારી અને અત્યારના કામ કરી રહેલા અધિકારી તથા કર્મચારી ના રહેમ નજર કેમ મેળાપીપણા હેઠળ ગુનાહિત કાવતરાના ભાગરૂપે સરકારના કુલ 93 કામ કુલ ₹ 4,15,54, 915/-નું કૌભાંડ આચર્યું હોય જે અંગે છોટાઉદેપુર પોલીસ મથકે ગુનો નોંધાવ્યો છે. અને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકા મથકે કાર્યપાલક ઇજનેર સિંચાઈ વિભાગ બોડેલી માટે ખોટી કચેરી બનાવી આરોપી સંદીપ રાજપુત નામના વ્યક્તિએ છોટાઉદેપુર જિલ્લા મથકે આવેલી આદિજાતિ વિભાગ ની પ્રાયોજના વહીવટદાર કચેરી ખાતે 2021 ની સાલથી હાલ 2023 ની સાલના સમયગાળા દરમિયાન અલગ અલગ દરખાસ્ત મોકલી વિકાસના કામો અર્થે ખોટી રીતના કૌભાંડો આચરવા માં આવતું હતું જેમાં રૂપિયા ₹ 4,15,54, 915/- ના જુદા જુદા કામો બે વર્ષ દરમિયાન મંજુર કરાવી નાણાની ઉચાપત કરવામાં આવી છે જે અંગે ઘટસ્ફોટ થતા અને પોલીસ ફરિયાદ થતા સમગ્ર મામલો બહાર આવી ગયો છે જ્યારે સમગ્ર ઘટનાની જાણ થતા છોટાઉદેપુર જિલ્લાના તમામ સરકારી કચેરીઓમાં ચકચાર મચી જવા પામ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here