ડીસા તાલુકાના બલોધર ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષભાઇ સંઘવીએ બનાસકાંઠા જિલ્લાની મુલાકાત લીધી

ડીસા,(બનાસકાંઠા) અંકુર ત્રિવેદી :-

ડીસા તાલુકાના બલોધર ગામે ગૃહ રાજ્ય મંત્રીશ્રીએ પોતાના મૂળ વતન બલોધર તેમજ ભીલડી, જૂના નેસડા, સાંડીયા, કાંકર ખાતે વિવિધ ધાર્મિક સ્થળોની મુલાકાત લઈ દર્શન કરી આશીર્વાદ મેળવ્યાં ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રીશ્રી હર્ષભાઇ સંધવીએ બનાસકાંઠા જિલ્લાની મુલાકાત લીધી હતી. પાલનપુર રેલ્વે સ્ટેશન ખાતે બનાસકાંઠા કલેક્ટરશ્રી આનંદ પટેલ અને પોલીસ અધિક્ષકશ્રી તરુણ દુગ્ગલે મંત્રીશ્રીનું સ્વાગત કર્યું હતું. તથા પાલનપુર સર્કીટ હાઉસ ખાતે પોલીસ જવાનો દ્વારા મંત્રીશ્રીનું ગાર્ડ ઓફ ઓનરથી સ્વાગત કર્યું હતું. મંત્રીશ્રી હર્ષભાઇ સંધવીએ પોતાના મૂળ વતન લાખણી તાલુકાના બલોધર તેમજ ભીલડી, જૂના નેસડા, સાંડીયા અને કાંકર ખાતે વિવિધ ધાર્મિક સ્થળોની મુલાકાત લઈ દર્શન કરી આશીર્વાદ મેળવ્યાં હતાં. જેમાં ભીલડીયાજી પાર્શ્વનાથ ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી હતી તેમજ ભીલડી ખાતે મુનિશ્રી ચંદ્રસુરીજી મહારાજના ચરણસ્પર્શ કરી આશીર્વાદ મેળવ્યા હતાં અને ભીલડીયાજી જૈન દેરાસરમાં ચાલી રહેલી કામગીરી અને વ્યવસ્થાનું નિરીક્ષણ કરી જરૂરી સુચનો આપ્યા હતાં.
મંત્રીશ્રી હર્ષભાઇ સંઘવીએ પોતાનાં વતન બલોધર ખાતે શિવમંદિરમાં દર્શન કર્યાં હતાં તેમજ ગ્રામજનોએ મંત્રીશ્રીનું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે મંત્રીશ્રીએ ગ્રામજનોનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, બલોધર ગામના વિકાસ માટે સૌ સાથે મળીને તેમજ સહયોગ આપીને કામ કરીએ. તેમજ મંત્રીશ્રીએ ડીસા તાલુકાના સાંડીયા ખાતે ચહેરધામ દર્શન કરી ભુવાજી ભોપાભાઈ રબારી અને કાંકરેજ તાલુકાના કાંકર ખાતે કુળદેવી સમોર માતાજીના દર્શન કર્યાં હતાં.
આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રભારીશ્રી સુરેશભાઇ શાહ, ડીસા તાલુકા પંચાયતના પ્રમુખ જીજાબેન રામુજી ઠાકોર મગનભાઈ વકીલ બલોધર નારાયણભાઈ જોશી સોયલા પ્રાંત અધિકારશ્રી બાબી ઉપસ્થિત રહ્યાં હતાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here