રાજ્યમા અનેક સમસ્યાઓ હોય… નવા મંત્રી મંડળ સામે અનેક પડકારો…

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

મુખ્યમંત્રી બનયા બાદ ભુપેન્દ્રભાઇ પટેલે આજરોજ પોતાના મંત્રી મંડળ ની જાહેરાત કરી છે આ મંત્રી મંડળ ષમક્ષ આગામી દિવસોમાં પોતાના ચાર્જ સંભાળતા ની સાથે જ પડકારો નો સામનો કરવો પડસે.

નવીન મંત્રી મંડળ સહિત મુખ્યમંત્રી સામે સહુથી પ્રથમ તો…

સિનિયર આગેવાનો ની મંત્રી મંડળ માથી બાદબાકી થતા તેઓની નારાજગી નો સહુથી મોટો પડકાર કહી શકાય પરંતુ શિસ્ત મા માનનારા ભાજપા ના સિનિયર આગેવાનો આગામી દિવસોમાં શુ કરે છે તે જોવું રહ્યું.

ખેડુત આંદોલન સમગ્ર દેશમાં જોર પકડી રહ્યુ છે ત્યારે ખેડુતો ને અનુલક્ષી ને શુ કામગીરી સરકાર કરે છે તે જોવું રહ્યું.

કોરોના ની સ્થિતિ હવે રાજય મા દિવસે દિવસે પોઝિટિવ દર્દી ઓ વધી રહયા છે ત્યારે લોકો ને સ્વાસ્થય લક્ષી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા નો પડકાર

પેટ્રોલ ડીઝલ ના વધતા જતા ભાવો ની સીધી જ અસર મોંઘવારી પર થઇ રહી હોય સરકાર માટે એક મોટી સમસ્યા છે.

નવા ચહેરાઓ મંત્રી મંડળ મા સમાવિષ્ટ થયા હોય પ્રજા સમક્ષ જવુ પોતાના સિનીયર નુ માન સન્માન જાળવવું એ પણ એક પડકાર બની રહેશે.

બેરોજગારી નો પશ્ર રાજય મા ખુબજ મોટો છે તેને હલ કરવા માટે નવુ મંત્રી મંડળ શુ કામગીરી કરે છે એ પણ આગામી દિવસોમાં જોવા મળસે.

150 વિધાનસભાની બેઠકો આગામી દિવસોમાં યોજાનાર વિધાનસભા ની ચુંટણી મા કઇ રીતે જીતવી આ લક્ષયાંક ભારતીય જનતા પાર્ટી એ રાખેલું છે તે આ નવીન મંત્રી મંડળ માટે પડકાર બનસે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here