ડભોઇ વિશ્વભારતી વિદ્યાલય સ્કૂલ ખાતે આનંદ મેળાનું આયોજન કરાયું મેળામાં ધારાસભ્ય સહિત મહાનુભવો હાજર રહ્યા…

ડભોઇ, (વડોદરા) સરફરાઝ પઠાણ :-

ડભોઇ વિશ્વભારતી વિદ્યાલય સ્કૂલ ખાતે આનંદ મેળા નું આયોજન કરાયું હતું આ મેળામાં ધારાસભ્ય સહિત મહાનુભવો હાજર રહ્યા હતા અને બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. જેમાં વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ પ્રકારના ખાણી પીણા ના સ્ટોલ નાખવામાં આવ્યા હતા શાળા સંચાલક દ્વારા વ્યવસ્થાના ભાગરૂપે અઢીસો રૂપિયા એક સ્ટોલ દીઠ લેવામાં આવતા જેના કારણે વિદ્યાર્થીઓમાં ગણગણાટ જોવા મળતા આ એક ચર્ચા નો વિસય બન્યું હતું.

ડભોઇ ખાતે વિશ્વ ભારતી વિદ્યાલય શાળામાં આનંદ મેળા અને વિજ્ઞાન પ્રોજેક્ટ નું આયોજન કરવામાં આવ્યું હતું આ યોજાયેલા આનંદ મેળામાં ડભોઇના લોકલાડીલા અને વિકાસશીલ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા અને મીનાબેન મહેતા ખાસ ઉપસ્થિત રહી બાળકોએ બનાવેલા વિવિધ પ્રકારની આનંદ મેળા માં વેચાતી વાનગીઓ અને જુદી જુદી થીમ પર બનાવેલ વિજ્ઞાન પ્રોજેક્ટ નું સંપૂર્ણ જાત નિરીક્ષણ કરી બાળકોને ઉચ્ચ શિક્ષણ મેળવી પોતાનું પોતાની સ્કૂલનું અને પોતાના વાલી નું નામ રોશન કરવા પ્રોત્સાહિત કરી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. શાળા સંચાલક દ્વારા યોજવામાં આવેલા આનંદમેળામાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ વાનગીઓના સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા.સુત્રો માંથી મળતી માહિતી મુજબ આ એક સ્ટોલ દીઠ શાળાના વ્યવસ્થાના ભાગરૂપે અઢીસો રૂપિયા ટોકન રૂપે લેવામાં આવ્યા હતા જેના કારણે વિદ્યાર્થીઓ અને વાલીઓ માં બંધ બારણે નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here