આણંદ : આયર્ન લેડી તરીકે જાણીતાં શ્રીમતી અલ્પાબેન પટેલને મંતવ્ય ન્યુઝ દ્વારા Women’s Eminence Award 2023 થી સન્માનિત કરાયા…

આણંદ, નિલેશભાઈ પટેલ :-

આણંદ જિલ્લાના મૂળ ભાદરણ ગામ ના વતની સામાજિક કાર્યકર્તા, નવગુજરાત સ્ત્રી અધિકાર સંઘ, આણંદ નાં પ્રમુખ આયર્ન લેડી તરીકે જાણીતાં શ્રીમતી અલ્પાબેન પટેલ ને તારીખ 5-3-2023 રવિવાર આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના શુભ અવસર પર મંતવ્ય ન્યુઝ દ્વારા
Women’s Eminence Award 2023 શ્રીમતી રંજન બેન ભટ્ટ હસ્તક એનાયત કરી સન્માનપત્ર આપી બહુમાન કરવામા આવ્યું હતુ…
આવો થોડું જાણીએ અલ્પા બેન વિષે સમાજ સેવીકા શ્રીમતી અલ્પાબેન પટેલે ભારતીય સંસ્કૃતિના ઉત્થાન માટે સતત પ્રયત્નશીલ,સમાજ ની કોઇપણ જ્ઞાતિની પીડીત સ્ત્રીઓને મદદરૂપ,નિરાધાર વિધવા મહીલાઓને પગભર કરવા નાના મોટા ગૃહ ઉધોગ શરુ કરવા અંગે માર્ગદર્શન અને મદદરૂપ થવામા, ભિક્ષુકો પ્રત્યે પ્રેમ,આદરભાવ,સ્વચ્છતા અભિયાન, વૃક્ષા રોપણ પર્યાવરણ બચાવ અભિયાન, 450 થી વધુ બિનવારસી મૃતદેહને પોતાના હાથે અંતિમ સંસ્કાર કરવાની સરાહનીય ઉત્કૃષ્ઠ કામગીરી,માનવ સેવા, સમાજ સેવા, ગૌ સેવા, ગૌ રક્ષા, ખેડુતોને દેશી ગાય આધારીત પ્રાકૃતિક ખેતી અંગે પ્રચાર પ્રસારની કામગીરી , સ્કુલ , કૉલેજ માં અભ્યાસ કરતી બહેનો ને સેલ્ફડીફેન્સ તાલીમ અપાવી,NSS કેમ્પ ના સ્ટુડન્ટૉને રાષ્ટ્ર સેવાકીય પ્રવૃતિ અંગે માર્ગદર્શન આપવાની કામગીરી કરેલ છે.ખરેખર માનવ સેવા,ગૌસેવા, સમાજ સેવા,અને રાષ્ટ્રસેવાકીય પ્રવૃતિ અને મહીલા સશક્તિકરણ નુ સચોટ ઉત્તમ ઉદાહરણ આ અલ્પાબેન પટેલ છે…!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here