ડભોઇ : જીવના જોખમ સમાન રસ્તા પર મુકેલુ ગટરનું ઢાંકણું : નગરપાલિકા તંત્ર નિંદ્રાધિન અવસ્થામાં !!

ડભોઇ, (વડોદરા) સરફરાઝ પઠાણ :-

ડભોઇ રેલવે સ્ટેશન તરફ જતા વાડીલાલ આઈસ્ક્રીમ દુકાન પાસે રોડની વચ્ચોવચ મેઇન ગટરનું ઢાંકણું બેસી જતા મોટો ભુવો પડ્યો પરંતુ તેને રિપેર કરવાની જગ્યાએ છેલ્લા સાત દિવસથી માત્ર કુંડી પર ઢાંકણું મૂકી સંતોષ માનતુ નગરપાલિકા નું ગેર વહીવટી તંત્ર રાત્રિના સમયે અંધારપટ હોય વહેલી તકે રિપેર કરે તેવી લોક માંગ ઉઠી છે.

ટાવર થી ડભોઇ રેલવે સ્ટેશન વાડીલાલ આઈસ્ક્રીમ દુકાન પાસે મેઇન રોડ ઉપર આવેલી ગટરનું ઢાંકણું છેલ્લા દસ દિવસથી બેસી ગયું છે અને ત્યાં મોટો ભુવો પડી ગયેલો હતો જેની ઉપર નગરપાલિકા વહીવટી તંત્ર દ્વારા રોડની વચ્ચે ઢાંકણું મૂકી દેવામાં આવ્યું છે તે નડતરરૂપ હોય તેમજ રાત્રિના સમયે અંધારપટ છવાયેલું હોય વાહન ચાલક અથવા નાના બાળક કે પગપાળા જતા ગટરના મુકેલા ઢાંકણા ના કારણે આકસ્મિત બનાવો બને તેની જવાબદારી કોણી… આજુબાજુના સ્થાનિકો દ્વારા નગરપાલિકા ને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ આવતું નહોતું અને નગરપાલિકાના વહીવટી તંત્ર દ્વારા મોટી મોટી વાતો જ કરવામાં આવે છે જો આવી ઘટના બને ત્યારે ત્યારે કોઈ દેખાતું નથી. કોઈ મોટી દુર્ઘટના થાય તો જવાબદાર કોણ… ડભોઇ નગરપાલિકાનું વહીવટ તંત્ર દ્વારા કોઈ ચોક્કસ આયોજન કરવામાં આવતું નથી પ્રજાજનો તમામ પ્રકારનો વેરો ભરતા હોય છતાં પણ મેઈન રોડ પર છેલ્લા દસ દિવસથી ગટરનું ઢાંકણ રીપેર કરી શકતા નથી વહીવટીતંત્ર વહેલી તકે ગટરનું ઢાંકણું રીપેર થાય તેવી લોકમાંગ ઉઠવા પામી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here