કવાંટ બજારમાં આમ તેમ ભટકતી માનસીક રીતે અસ્વસ્થ સ્ત્રીની સારવાર કરાવી તેના પરીવાર સાથે મિલન કરાવતી ક્વાંટ પોલીસ

કવાંટ, (છોટાઉદેપુર) સકીલ બલોચ :-

છોટાઉદેપુર જિલ્લા પોલીસ અધિક્ષક નાઓની સુચના તથા કે.એચ.સુર્યવંશી નાયબ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર ડીવીઝન નાઓના સીધા માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ. સી.એમ.ગામીત તથા સ્ટાફના માણસો તથા શી ટીમ ક્વાંટ બજારમાં પેટ્રોલીંગમાં ફરતા હતા તે દરમ્યાન ક્વાંટ બજારમાં માનસીક રીતે પીડાતી એક અસ્વસ્થ સ્ત્રી જેનો કોઇ વાલીવારસ ન હોય અને આમતેમ ભટકતી હોય તેની સારવાર કરાવી તેના વાલીવારસ શોધી કાઢી તેના પરિવારને ન સોંપવા સુચનાઓ કરતા ક્વાંટ પોલીસ સ્ટાફ તથા શીટીમના માણસો મળી સદરી બેનને ક્વાંટ સરકારી દવાખાને સારવાર કરાવી તેની ઝિણવટ ભરી રીતે પુછપરછ કરતા તેને પોતાનુ નામ નોમલીબેન માત્ર યાદ હોય જે નામ તથા તેના ફોટા આધારે ક્વાંટ તાલુકાના બોર્ડર વિસ્તારના ગામડાઓ તથા મધ્યપ્રદેશ રાજ્યની સરહદે આવેલ ગામડાઓમાં જઈ તપાસ કરતા સદરીબેનનુ નામ નોમલોન તે સુરતાનભાઇ રૂપલાભાઇ રાઠવા રહે.કુમ્બી ગામ તા.સોઢવા જી.અલિરાજપુર (મધ્યપ્રદેશ રાજ્ય) ની હોવાનુ જાણવા મળેલ અને તેના પરિવારમાં હાલ તેની કરી ગીતાબેન જે હાલ વાવી ગામ તા.સોઢવા જી.અલિરાજપુર ખાતે રહેતી હોવાનુ જાણવા મળતા સદી નોમવીબેનને ક્વાંટ પોલીસ તથા શી ટીમ સાથે રાખી તેની દિકરી ગેતાબેનના ઘરે વાવી ગામ ખાતે જઇને તેને સોપેલ છે આમ ક્વાંટ પોલીસ દ્વારા માનવતા દાખવી એક માનસીક રેતે અસ્વસ્થ સ્ત્રી જે ક્વાંટ બજારમાં આમતેમ ભટકતી હોય જેની સારવાર કરા વી પોતાની દિકરી ગીતાબેન સાથે મિલન કરાવેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here