ડભોઇ ખાતે 17,000 થી વધુ લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડનું વિતરણ કરાયું…

ડભોઇ, (વડોદરા) સરફરાઝ પઠાણ :-

વડોદરા જિલ્લાનું ડભોઇ તાલુકા ખાતે આયુષ્યમાન કાર્ડ વિતરણનો કાર્યક્રમ ડભોઇ સાયન્સ કોલેજ ગ્રાઉન્ડ ખાતે યોજવામાં આવ્યો હતો જેમાં રાજ્યકક્ષાના મંત્રી મનિષાબેન વકીલ ડભોઇ ધારાસભ્ય શૈલેશ મહેતા વડોદરા જિલ્લા કલેકટર એબી ગોર તેમજ જિલ્લા વિકાસ અધિકારી રાજેન્દ્રભાઈ પટેલ ના હસ્તે ડભોઇ તાલુકાના કેટલાક લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ નું વિતરણ કરવામાં આવ્યું હતું જ્યારે આ વર્ચ્યુઅલી કાર્ડ વિતરણ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તેમજ અન્ય રાજકીય પદાધિકારીઓ જોડાયા હતા.

ગુજરાત ભરમાં 50 લાખ આયુષ્યમાન કાર્ડ નાગરિકોના હાથમાં અર્પણ કરવાનો મહાઅભિયાન નો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુલી શુભારંભ કરાવ્યું હતું જેમાં વડાપ્રધાન દ્વારા કેટલાક લાભાર્થીઓ સાથે સીધો સંવાદ પણ કરાયો હતો. તેમજ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા કેટલાક લાભાર્થીઓને આયુષ્યમાન પીવીસી કાર્ડ પણ અર્પણ કરાયા હતા જ્યારે નરેન્દ્ર મોદીએ આ પ્રસંગે કહ્યું હતું કે આ આયુષ્યમાન કાર્ડ દરેક પરિવારોને અડધી રાત્રે કામ આવે તેવી સોનાની લગડી છે.

જ્યારે ડભોઈ ખાતે વર્ચ્યુઅલી પ્રોગ્રામમાં 50 લાખ આયુષ્યમાન કાર્ડ વિતરણના આનંદમાં ડભોઇના ધારાસભ્ય તેમજ મંત્રી મનિષાબેન વકિલે જણાવ્યું હતું કે આજે સમગ્ર રાજ્યમાં 360 કરતા વધુ સ્થળ ખાતેથી આ કાર્ડ વિતરણનો આરંભ કરવામાં આવ્યું છે જેમાં ડભોઇ ખાતે 17,635 કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું છે અને આગામી ત્રણ દિવસમાં સંપૂર્ણ કાર્ડનું વિતરણ પૂરું કરવામાં આવશે આગામી દિવસોમાં કોઈ ગરીબ પરિવારને તકલીફ ના પડે અને પરિવારમાં કોઈ ગંભીર બીમારી આવી ચડે તેવા સંકટ સમયે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો ને આ કાર્ડ ઉપયોગી થાય એવા આશ્ર્યથી રાજ્ય સરકારે આ કાર્ડનું વિતરણ શરૂ કરતાં લાભાર્થીઓ માં ઉત્સાહ જોવા મળ્યો હતો સાથે પાંચ લાખ સુધીની મફત સારવાર આ કાર્ડ થકી મળી રહેશે જેને લઇ લાભાર્થી દ્વારા આનંદ વ્યક્ત કરાયો હતો સાથે આયુષ્યમાન કાર્ડ નો જે લાભાર્થીઓ લાભ લીધો છે એ લોકોએ પણ સંતોષ વ્યક્ત કર્યો હતો સાથે શૈલેષભાઈ મહેતાએ રાજ્ય સરકારને અભિનંદન પાઠવ્યા હતા તેમજ લાભાર્થીઓને પણ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી હતી.

જ્યારે આ પ્રસંગે મહિલા અને બાળ વિકાસ મંત્રી મનિષાબેન વકીલ વડોદરા જિલ્લા કલેકટર એબી ગોર વડોદરા જિલ્લા વિકાસ અધિકારી રાજેન્દ્રભાઈ પટેલ વડોદરા જિલ્લા પંચાયત પ્રમુખ અશોકભાઈ પટેલ ડભોઇના ધારાસભ્ય શૈલેશભાઈ મહેતા જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન અશ્વિનભાઈ વકીલ જિલ્લા કેળવણી મંડળના પ્રમુખ શશીકાંતભાઈ પટેલ ભાજપા ડભોઇ શહેર પ્રમુખ ડૉ સંદીપ શાહ ભાજપા જિલ્લા મહામંત્રી ડૉ બી.જે બ્રહ્મભટ્ટ ડભોઈ પાલિકા પ્રમુખ કાજલબેન દુલાણી તેમજ પોલીસ વિભાગ ના અધિકારીઓ આરોગ્ય વિભાગના અધિકારીઓ પત્રકાર મિત્રો અને ડભોઇ તાલુકાના લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here