ડભોઇ રેફરલ હોસ્પિટલ ખાતે ડાયાલિસિસ સેન્ટરનું રીબીન કાપી ધારાસભ્ય શૈલેષભાઇ મહેતાના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું

ડભોઇ, (વડોદરા) સરફરાઝ પઠાણ :-

આજરોજ ડભોઇ ખાતે આવેલ રેફરલ હોસ્પિટલ ખાતે નવીનતમ ડાયાલિસિસ સેન્ટર શરૂ કરવામાં આવતા જરૂરિયાત મંદ કિડની ને લગતા ગંભીર રોગોના દર્દીઓ ને ડાયાલિસિસ ની સુવિધા પૂરી પાડવામાં આવશે.જેનું લોકાર્પણ ડભોઇ ના ધારાસભ્ય શૈલેષભાઇ મહેતા ના હસ્તે કરવામાં આવ્યું હતું.આ પહેલા ડભોઇ ખાતે કિડની ના રોગો થી પીડાતા દર્દી ઓ માટે ડાયાલિસિસ જેવી સારવાર માટે વડોદરા જવું પડતું હતું.તેમજ દર્દી ને વડોદરા આવવા જવા માટે ભારે જહેમત તેમજ ખર્ચ ઉઠાવવો પડતો હતો.જેથી ડભોઇ રેફરલ હોસ્પિટલ ખાતે ડાયાલિસિસ ની વિના મૂલ્યે સુવિધા શરૂ થતા દર્દીઓ માં ખુશી ની લાગણી જોવા મળી હતી.તેમજ ડભોઇ તાલુકા ના 118 જેટલાં ગામો ને ડાયાલિસિસ ની નિઃશુલ્ક સેવાનો લાભ ડભોઇ રેફરલ હોસ્પિટલ ખાતે મળી રહેશે. આજરોજ ડભોઇ ના ધારાસભ્ય શૈલેષભાઇ મહેતા ના હસ્તે ડાયાલિસિસ સેન્ટર નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું સાથે સારું શિક્ષણ અને સારું આરોગ્યની વાતો કરતા લોકોને પણ ધારાસભ્ય દ્વારા આ ડાયાલિસિસ સેન્ટર નો ઉદાહરણ આપી કરારો જવાબ આપવામાં આવ્યો હતો.
આ પ્રસંગે જિલ્લા ભાજપ મહામંત્રી ડો. બી.જે.બ્રહ્મભટ, ડભોઈ ભારતીય જનતા પાર્ટી પ્રમુખ ડો. સંદીપ શાહ,શિક્ષણ સમિતિ ચેરમેન અશ્વિનભાઈ વકીલ,ડો ગુડિયા રાની, નગરપાલિકા પ્રમુખ કાજલ બેન દુલાણી,આરોગ્ય કેન્દ્રના ડૉકટર, તથા આરોગ્ય સહાયકો ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here