ડભોઇ : કલેજે લાગી આવે એવા શબ્દો બોલતા મિત્રોએ મિત્રનું જ ઢીમ ઢાદયું હતું

ડભોઇ, (વડોદરા) સરફરાઝ પઠાણ :-

આરોપી ત્રિપુટીને ગણતરીના દિવસોમાં જબ્બે કરતી જિલ્લા પોલીસ

અન ડિટેક્ટ ખૂનના ગુનાના ત્રણ આરોપીઓને ગણતરીના દિવસોમાં જ ડભોઇ અને વડોદરા ગ્રામ્ય પોલીસે પકડી પાડીયા હતા. ડભોઇ તાલુકા ના નડા ગામે ધૂળટી ની રાત્રે ગામના વણકર ફળિયા માઁ રહેતાં રામજીભાઈ મણીભાઈ પરમારે ત્રણેવ મિત્રોને જણાવ્યું હતું કે તમે નપુંસક છો એટલે તમારી પત્નીઓ ચાલી ગઈ છે કેમ કહેતા ઉસકેરાઈ જઇ પથ્થરો વડે રામજીભાઈ ની હત્યા કરી ઈસમો એ મૃતદેહ ને નજીક ના ગૌચર ની જમીનમાં નાખી દેવાની ઘટના બની હતી સમગ્ર ઘટના બાદ પોલીસ સ્થળ ઉપર પહોંચી જુદી જુદી ટિમો બનાવી આરોપીઓ ને શોધી કાઢવા ચક્રો ગાંતીમાન કર્યા હતાં જેમાં પોલીસ ને મોટી સફળતા મળી છે ત્રણ મિત્રો એ જ રામજી ભાઈને માથાના ભાગે પથ્થર મારી ઘાતકી હત્યા કરી હોવાનો ખુલાસો થયો છે.
ડભોઇ તાલુકાના નડા ગામે ધૂળેટી ના દિવસે હત્યા નો કિસ્સો સામે આવ્યો હતો સમગ્ર બનાવ માઁ ધૂળેટી ની રાત્રિ એ ત્રણ મિત્રો દ્વારા ગામના વણકર ફળિયા માઁ રહેતાં રામજીભાઈ મનીભાઈ પરમાર ની માથાના ભાગે પથ્થર ના ઘા ઝીકી માથું છુંદી હત્યા કરી દેવાતાં સમગ્ર પંથક માઁ ચકચાર મચી જવાં પામી હતી ડભોઇ પોલીસ દ્વારા સ્થળ ઉપર પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી ખુન ના બનાવ અંગે ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક વડોદરા ગ્રામ્ય બીએચ ચાવડા ની સૂચના મુજબ નાયબ પોલીસ અધિક્ષક ડભોઇ ડિવિઝન આકાશ પટેલ વડોદરા લોકલ ક્રાઈમના પીઆઇ કુણાલ પટેલની ટીમ તેમજ એસ.ઓ.જી.પી.આઈ જેએમ ચાવડા ડભોઇ પોલીસ અધિકારી એસ જે વાઘેલા ની સંયુક્ત ટીમ દ્વારા જુદી જુદી ટિમો બનાવી આરોપી ઓ ને શોધી કાઢવા કાર્યવાહી હાથ ધરી હતી. ગામના લોકોને બનાવો અંગે સંબંધે પૂછપરછ કરતાં હ્યુમન સોશીસ થી તપાસ દરમ્યાન જાણવા મળેલ કે આ કામના મરણ જનાર રામજીભાઈ ના મિત્રો વિજય ઉર્ફે ઘુઘો નટુભાઈ વણકર, અલ્પેશ ગુડિયાભાઈ પાટણવાડીયા અને વિપિન ઉર્ફે કાળીયો કાંતિભાઈ તડવી નાઓ દ્વારા ગામના ચોતરા ઉપર આવેલા અને બાકડા ઉપર સાથે બેસી રહેલા અને જોર જોર થી કાંઈક ચર્ચા કરતા હતા જે અંગેની હકીકત મળતા પોલીસે ઉપરોક્ત તેનો બોલાવી તેઓને અલગ અલગ બેસાડી યુકિત પ્રયુક્તિ થી બનાવવા અંગે સખત અને સધન પૂછપરછ કરતા આખો દિવસ સાથે હતા અને રાત્રેના સમયે ગામના નજીક ખેતરમાં બેસી વાતો કરતા હતા તે દરમિયાન મરણ જનાર રામજી પરમાર એ ત્રણેવ મિત્રોને કહેવા લાગ્યો કે તમે ત્રણેવ જણા નપુંસક છો જેથી તમારી ધર્મપત્ની તેમને છોડીને જતી રહેલ છે. રામજીભાઈ ના તાણા મારતો હોય આ ત્રણેવ મિત્રોને લાગી આવતા સમાધાન સમયે 4 મિત્રો વચ્ચે પ્રથમ શાબ્દિક બોલાચાલી ત્યારબાદ ઝઘડો થયો અને રામજીભાઈ ને વારા ફરતી ત્રણે મિત્રો એ મળી મોટા પથ્થર ના ઘા માથાના ભાગે ઝીકી લોહી લુહાણ કરી તેને ઊંચકી અને ઢસેડીને નજીક ના ગૌચર ની જમીન માઁ નાખી દીધો અને ઘરે જતા રહયા હોવાની પોલીસ સમક્ષ કબુલાત કરી હતી. પોલીસની આગવી સુજ બુજથી ગુનો ડિટેક્ટ કરવામાં સફળતા મળેલી હતી ત્રણે આરોપી ઓ વિરોધ આઇપીસી કલમ 302 મુજબ ગુનો દાખલ કરી કાયદેસર આગળની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here