છોટાઉદેપુર : સંખેડા તાલુકાસા સનોલીમા સરકારી દવાઓ અને ઈન્જેકશન કોઈ આરોગ્યના કર્મચારી દ્વારા જાહેરમાં નાંખી દેવામા આવતાં એક બાળક ગોળીઓ ખાઈ જતાં ગ્રામજનો રોષે ભરાયા

સંખેડા,(છોટાઉદેપુર) આરીફ પઠાણ :-

સંખેડા તાલુકાના સનોલી ગામે સરકારી દવાઓનો એક્સપાયર થયેલ જથ્થો અને ઇન્જેક્શન જાહેરમાં નાંખતા બાળક ના હાથે ચડી જતા તે રમતા રમતા દવાની ગોળીઓ ગળી ગયો હતો અને ઘરના વાળામાં દવાની ગોળીઓ લઇ આવતા વાલીઓ એ દવા ગોળી નો જથ્થો જોઈને હેબતાઈ ગયા હતા જોકે સદનસીબે બાળકનો આબાદ બચાવ થયો હતો.હવે જોવાનું એ રહ્યું કે તંત્ર દ્વારા આવા બે જવાબદાર અધિકારી કોણ હતો તેની તપાસ કરવામાં આવશે એ જોવાનું રહ્યું ..

છોટાઉદેપુર જિલ્લામાં અવરનવર જ્યાં ત્યાં મેડિકલ કચરો નાંખવા આવે છે જયારે તંત્ર પણ આવા દવાખાના કે મેડિકલ નાખનાર વિરુદ્ધ કાર્યવાહી ન કરતા તેઓને મોકૂડ મેદાન મળી જાય છે સંખેડા તાલુકાના સનોલી ગામે જાહેર જગ્યા માં કોઈ મેડિકલ વેસ્ટ જેમાં દવાઓ ,ઇન્જેક્શન, કોન્ડોમ,જેવી સરકારી દવાખાની એક્સપાયર થયેલ મેડીકલ વસ્તુઓ નાંખી ગયું હતું અને ગામના નાના બાળકો રમતા રમતા આ મેડિકલ વેસ્ટ તેઓના હાથમાં લાગી જતા તેઓ ગોળીઓ પૈકી દવા પેકીંગ આખું બાળક ખાઈ ગયું હતું ત્યારબાદ મેડિકલ વેસ્ટ ઘરના પાછળ વાળા માં લઇ આવતા વાલી જોતા દોડા દોડ મચી ગઇ બાળકને ઉલ્ટી થયા બાદ બાળકો કોઈપણ પ્રકારનું દવાઓ રીએકશન ન આવતા વાલી હાશકારો થયો હતો પરંતુ આ રીતે જાહેરમાં મેડકીલ વેસ્ટ ઠલવાતા ગ્રામજનોમાં રોષ ફેલાયો છે અને કોઈપણ બાળક કે પશુ ના ખાઈ જાય તો જીવનું જોખમ ઉભું થયા તેમ છે તપાસ કરી કસુરવાર સામે પગલાં લેવા માંગ ઉઠી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here