નસવાડી તાલુકા પંચાયત દ્વારા વિકાસના કામોની ગ્રાન્ટ ફાળવણીમાં પક્ષપાત થતા કોંગ્રેસ દ્વારા તાલુકા પંચાયત કચેરીના પટાંગણમાં ધરણા પ્રદર્શન

નસવાડી2,(છોટા ઉદેપુર) જાવેદ એન કુરેશી :-

નસવાડી તાલુકા પંચાયત કચેરીમા કોંગ્રેસ દ્વારા ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું

કોંગ્રેસના ૯ તાલુકા સદસ્ય હોવા છતાં ૧૫ મા નાણાંપંચ ની ગ્રાન્ટ આવેલ છે એમા પક્ષપાત કરવામાં આવ્યો છે એવા આક્ષેપો સાથે પ્રદર્શન

નસવાડી તાલુકા પંચાયત ના ૯ સભ્ય ચૂંટાયેલા છે એમાં ૧૫ મા નાણાંપંચ નું જે આયોજન કરવામાં આવ્યું છે જેમાં અનદાજીત રકમ પોણાચાર કરોડ જેવી છે જેમાં કોંગ્રેસના ૯ સભ્યોને બાકાત રાખવામાં આવ્યા છે અને કામો અમને મળેલ નથી એમ તા,પ,ના સદસ્યએ જણાવ્યું હતું જો અમને અને અમારા સભ્યોને ન્યાય નહીં મળે તો અમે ઉગ્ર આંદોલન કરીશુ એવી ચીમકી જિલ્લા સદસ્ય મુકેશભાઈ અરવિંદભાઈએ આપી હતી.
નસવાડી તાલુકાના ૨૨ તાલુકા પંચાયતના સભ્યો છે જેમાં ૧૩ ભાજપ ના છે અને ૯ કોંગ્રેસના છે જેમાં વિકાસના કામોની ફાળવણી કરવામાં આવી નથી અત્યાર સુધીમા બે ચાર આયોજનો થઈ ચૂક્યા છે અને અમણા જે આયોજન છે તે અંદાજીત પોણાચાર કરોડ રૂપિયાનું છે જે કોંગ્રેસના સભ્યોને પણ ફાળવવામાં આવે અને ન્યાય મળે એટલે ધારણા પર બેસવાની ફરજ પડી છે.
વિકાસના કામોમાં અન્યાય થાય છે તે બાબતે કોંગ્રેસ દ્વારા સોમવારે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું જો અમને ન્યાય નહીં મળે તો અમે ગુરુવારે ધરણા પર બેસીસું અને ન્યાય ન મળતા આજરોજ તાલુકા પંચાયત કચેરી ના પટાંગણ મા ધારણા પર બેઠા અને નારેબાજી કરી સૂત્રોચ્ચાર પણ કર્યા હતા.
કોંગ્રેસના માજી ધારાસભ્ય ધીરુભાઈ ભીલે જણાવ્યું હતું કે જ્યારે પંચાયત ની સ્થાપના થઈ ત્યારથી આ ગ્રામ પંચાયતો તાલુકા પંચાયતો ચાલેછે પક્ષાપક્ષી પર રહીને આયોજનો થાય તે વ્યાજબી નથી અને છેવાડાના ગામો મા પીવાના પાણીની સુવિધા હોય કે રોડ રસ્તાની સુવિધા હોય એમાં ચૂંટાયેલા દરેક સભ્યોને ગ્રાન્ટ ફાળવી કામો કરવાની સેવા પૂરી પાડવા માટે અપીલ કરી છે.
ધીરુભાઈ ભીલએ ૧૫ માં નાણાંપંચ વાત કરતા જણાવ્યું કે આ જે ગ્રાન્ટ છે તે વ્યક્તિગત નથી એ છેવાડાના ગામો સુધી એ ગ્રાન્ટ ફાળવવામાં આવેછે એ ગ્રાન્ટ જિલ્લા પંચાયત તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયતને અલગ અલગ આપવામાં આવેછે કોંગ્રેસ ના ૯ સભ્યો ચૂંટાયેલા છે તો તેમના મત વિસ્તારમાં પણ મતદારો આશા રાખતા હોય કે ચૂંટાયેલા ઉમેદવાર પીવાના પાણીની કે રસ્તાઓની સુવિધા પૂરી પાડશે પણ ગ્રાન્ટમાંથી કાઈ મડતુજ ન હોય તો ચૂંટાયેલા પ્રતિનિધિઓ શું કરે ?
તાલુકા પંચાયતના જેટલા સભ્યો છે એમના ભાગે પડતી ગ્રાન્ટ ફળવાય અને છેવાડાના ગામો સુધી આ ગ્રાન્ટ વપરાય, નહીં કે પક્ષપાત થાય એમ ધીરુભાઈ ભીલ સાહેબે જણાવ્યું હતું.
ધીરુભાઈ ભીલે જણાવ્યું કે મેં પણ ૨૦ વર્ષ સુધી ધારાસભ્ય રહ્યો છું પણ ભેદભાવ રાખ્યો નથી જો કોઈ કહે કે ધીરૂભાઇએ ભેદભાવ રાખ્યો છે તો આ ધરણા હું અત્યારેજ બંધ કરી દવ એટલે આપણે ચૂંટાયા પછી પ્રજાનું વિચારવાનું પ્રજા રાજી થાય એવા કામ કરવાની ધીરુભાઈ ભીલે સૂચન કર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here