ડભોઇ કોલેજ ખાતે નિવૃત્ત પ્રોફેસર સહિત કર્મચારીઓનું વિદાય સમારંભ યોજાયું

ડભોઇ, (વડોદરા) સરફરાઝ પઠાણ :-

વડોદરા જિલ્લા કેળવણી મંડળ સંચાલિત ડભોઇ કોલેજ ખાતે નિવૃત કર્મચારીઓનો વિદાય સન્માન સમારોહ યોજાયો હતો

વડોદરા જિલ્લા કેળવણી મંડળ સંચાલિત ડભોઇ કોલેજ ખાતે નિવૃત અધ્યાપકો પ્રોફે. બી. ડી. વાળા, પ્રોફ. કે. બી. ગૌલી, પ્રોફ. મીનાબેન પંડિત,અને કર્મચારીઓ શ્રી ધર્મેન્દ્ર વસાવા, આઇ. ટી. આઈ. ના શ્રી ભરતભાઈ પટેલનો વિદાય સન્માન સમારોહ વડોદરા જિલ્લા કેળવણી મંડળના પ્રમુખશ્રી શશીકાન્ત પટેલની અધ્યક્ષતામાં યોજાયો હતો. જેમાં અતિથી તરીકે વડોદરા જિલ્લા કેળવણી મંડળના ઉપપ્રમુખશ્રી દિલીપભાઈ પટેલ, મંત્રીશ્રી ઠાકોરભાઈ પટેલ, સહમંત્રીશ્રી મુકેશભાઈ વસઇવાળા, ટ્રસ્ટીશ્રી જયંતીભાઈ પટેલ, શ્રી જીતુભાઈ પટેલ અને સમગ્ર કોલેજોના આચાર્યો, અધ્યાપકો, અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવી હતી ત્યારબાદ આર્ટ્સ & સાયન્સ કોલેજના આચાર્યશ્રી પ્રોફ. સુનિલભાઈ પટેલ દ્વારા શાબ્દિક સ્વાગત કરી નિવૃત કર્મચારીઓ ને ભાવી જીવનની શુભેચ્છા પાઠવી હતી,
નિવૃત અઘ્યપકો પ્રોફે. બી. ડી. વાળા, રૂ. 1,11,111 અને પ્રોફ. મીનાબેન પંડિત, રૂ. 1,11,111 નું વિદ્યાર્થીની સુવિધાઓ માટે કોલેજ ખાતે દાન આપવામાં આવ્યું હતું. જ્યારે કે
અધ્યક્ષ સ્થાનેથી વડોદરા જિલ્લા કેળવણી મંડળના પ્રમુખશ્રી શશીકાન્તભાઈ પટેલ દ્વારા નિવૃત અધ્યાપકો અને કર્મચારીઓને નિવૃતિમય જીવન પ્રવૃત્તિમય અને તંદુરસ્થ રહે તેવી શુભેચ્છા પાઠવી હતી. અને અધ્યાપકો દ્વારા પ્રાપ્ત થયેલ દાન વિદ્યાર્થીઓના હિતમાં જ વાપરશે તેવી ખાત્રી આપી હતી.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રોફેસર અશોક બારિયાએ કર્યું હતું. જયારે આભારવિધિ કોમર્સ કોલેજના આચાર્યશ્રી ડૉ. કેયુર પારેખે કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here