ડભોઇમાં જાહેર માહિતી અધિકારી દ્વારા નમૂના ક ની માહિતી આપવાને બદલે અસરકર્તાને બતાવી દેવાઈ… ટી.ડી.ઓ.ને કરાયેલ રજૂઆત રંગ લાવશે..!!?

ડભોઇ, (વડોદરા) સરફરાઝ પઠાણ :-

ડભોઇ તાલુકા પંચાયત માં ૪૫ જેટલા તલાટી ઓ ફરજ બજાવી રહ્યા છે જેમાં મોટા ભાગ ના તલાટી ઓ પાસે ડબલ ચાર્જ હોવાને લઈ પોતાની ફરજ કરતાં બહાના બતાવી રજા નો પુરો લાભ લઈ રહ્યા છે અને કહે છે કે કેટલાક તલાટી ઓ આર.ટી.આઈ ના હિયરીંગ માં બહાના બતાવી ગેરહાજર રહેતા હોવા છતાંય તાલુકા વિકાસ અધિકારી પગલાં કેમ ભરતાં નથી જેને લઈ તરેહ તરેહ ની ચર્ચા ઓ તાલુકા પંચાયત પટાંગણમાં ચર્ચાઇ રહી છે કહે છે કે ઈમાનદાર તલાટી ઓ પોતાની ફરજ બજાવેજ છે તેમ છતાંય કેટલાક તલાટી ઓ જમીન ના સોદા માં વ્યસ્ત હોવાને લઈ પોતાની ફરજ બજાવતા નથી.
આધાર ભૂત સુત્રો પાસેથી જાણવા મળ્યાં મુજબ ડભોઇ તાલુકાના ફરતી કુઈ ના રહીશ રમણીકલાલ મકવાણા એ ૭-૭-૨૦૨૨ ના રોજ ફરતીકુઇ તલાટી અને જાહેર માહિતી અધિકારી એ સમય મર્યાદા માં જવાબ ન આપતા અરજદાર દ્વારા તાલુકા વિકાસ અધિકારી અને અપિલ સતાધિકારી પાસે પ્રથમ અપિલ દાખલ કરેલ જેમાં જવાબ આપવા ને બદલે તલાટી અને જાહેર માહિતી અધિકારી દ્વારા નમુના ક ની માંગવામાં આવેલ માહિતી અસરકર્તા ને બતાવી દેતા અસરકર્તા અને અરજદાર વચ્ચે તૂ તૂ મે મે થતાં મામલો બિચકતા પોલીસ ફરિયાદ ની ફરજ પડી છે અરજદાર દ્વારા તાલુકા વિકાસ અધિકારી અને અપિલ સતાધિકારી ને જાહેર માહિતી અધિકારી અને તલાટી સામે ગંભીર આક્ષેપ કરતી અરજી આપવામાં આવી છે ત્યારે જોવું રહયું કે તાલુકા વિકાસ અધિકારી ફરતી કુઈ ના તલાટી સામે પગલાં ભરશે ? માહિતી અધિકાર ૨૦૦૫ ના ભંગ બદલ પગલાં ભરશે ? કે પછી હોતા હૈ ચલતા હૈ વાળી ચાલવા દેશે ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here