છોટાઉદેપુર તંત્ર દ્વારા ફટાકડા બજારની જગ્યા બદલતા મંદીનો માહોલ… વેપારીઓ અટવાયા…

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

છોટાઉદેપુરમાં ફટકડાનો વેપાર કરતા દુકાનદારોને દરવર્ષે કુસુમ સાગર તળાવની આજુ બાજુની જગ્યાઓ આપવામાં આવતી હતી જ્યારે આ વખતે કિલ્લા દરબાર હોલની બાજુમાં જગ્યાઓ આપવામાં આવી છે જેના કારણે વેહપારીઓમાં ભારે રોષ ફેલાયેલો જોવા મળી રહ્યો છે.? વેપારીઓ દ્વારા દુકાનો લગાવ્યા પછીથી છેલ્લા ચાર દિવસથી દુકાનો તો ખુલી રહી છે પરંતુ કોઈ પણ ગ્રાહક આવતા નહીં હોવાની ચિંતામાં વેહપારીઓ અસમંજસમાં મુકાયા છે દુકાનદારો દ્વારા મળતી માહિતી મુજબ તેઓએ નગરપાલિકામાં 3800 રૂપિયા ચૂકવ્યા છે અને લાઈટ, મંડપ, સહિતનો ખર્ચ થઇને અંદાજે 30.000 રૂપિયાની આજુ બાજુ ફક્ત દુકાનનો ખર્ચોજ થયો છે. અને એ દુકાનમાં લાખ્ખો રૂપિયાના ફટાકડાનો માલ ભર્યો છે જો એમના ફટાકડા વેચાણ નહિ થાય તો એનો જવાબ દાર કોણ..?? છોટાઉદેપુરના આ વેપારીઓનો તંત્રને સવાલ છે કે જેતે જગ્યા અપાઈ છે અહીં જો એમનો ધંધો ના થાય તો જવાબદાર કોણ..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here