બાણજ લોકાર્પણ પ્રસંગે શૈલેષ મહેતા ઉવાચ જેણે કામ કર્યા હોય એને મત માંગવાનો અધિકાર છે !!

ડભોઇ, (વડોદરા) સરફરાઝ પઠાણ :-

ડભોઇ તાલુકા નું છેવટ નુ બાણજ ગામ માં આજે સ્વામી નારાયણ સંપ્રદાય ના સંતો મ અને ધારાસભ્ય શ્રી શૈલેષ મહેતા ના ઉપસ્થિતિમાં ₹ ૧૪ લાખ ના કામો નું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવા માં આવ્યા હતાં આ પ્રસંગે હાજર જન મેદની ને સંબોધતા ડભોઇ ના ધારાસભ્ય શ્રી શૈલેષ મહેતા એ જણાવ્યું હતું કે બાણજ મારે અવારનવાર આવવા નો અવસર મળ્યો છે પરંતુ હવે ચૂંટણી જીતીનેજ આવીશ વધુ માં જણાવ્યું હતું કે હવે ચૂંટણી આવી એટલે ઝાડુ વાળો પણ આવશે ને કોગ્રેસ પણ આવશે અમારા માથી સામે ચૂટણી લડવા ગયેલા એ પ્રચાર કર્યો કે ₹૧૪૨૦ કરોડ ના કામો મંજૂર કર્યા પરંતુ કેટલીક જગ્યાએ રજુઆત થઈ કે અમારા કામો થયા નથી અને યાદી માં આવી ગયા વધુ માં જણાવ્યું હતું કે કોવીડ માં સરકારે રસી મફત આપી મોદી સરકારે ૮૦ કરોડ લોકો ને મફત અનાજ આ પ્યુ છે દેશ ને આઝાદી બે ગુજરાતી ઓ એ અપાવી મોહનદાસ ગાંધી અને સરદાર પટેલ સરદાર પટેલે ૫૬૨ રજવાડા ઓને ભેગા કર્યા એમ બે ગુજરાતી ઓ દેશ નું નામ વિશ્વ માં ઉંચુ કર્યું છે નરેન્દ્ર મોદી અને અમિત શાહ વધુ માં જણાવ્યું કે મોદી શાહ ના લીધેજ યુક્રેન રશીયા માં ફસાયેલા ભારતીય વિધાર્થીઓ ને પરત લાવવા માં સફળ તા મળી હતી આમ આદમી પાર્ટી પર નામ લીધા સિવાય તેઓ ધાર્મિક નથી તેવા ચાબખા માર્યા હતાં આપડે તો ધાર્મિક છી એ ધર્મમાં આસ્થા છે કોગ્રેસ ૮ વસ્તુ ની ગેરંટી આપે છે પેલા બધું જ મફત આપે છે મફત આપનારા ઓને પૂછજો કે ચૂંટણી હાર્યા પુછજો કે ફરી દેખાશે એની ગેરંટી ખરી ? વધુ માં જણાવ્યું હતું કે આજે ડભોઇ માં પચાસ લાખ માં અમૃતમ કાર્ડ નુ વિતરણ થયું હતું વધુ માં સરકાર ની સિધ્ધિ ગણાવતા જણાવ્યું હતું કે અણખોલ પાસે ₹૧૦૦ કરોડ ના ખર્ચે સરદાર ધામ બને છે તો આજુ બાજુ ના રસ્તા પણ સરદાર ધામ ને શોભે એવા બનાવવામાં આવ્યા છે કુંઢેલા પાસે ₹ ૭૫૦ કરોડ ના ખર્ચે સેન્ટ્રલ યુનિવર્સિટી બની રહી છે ડભોઇ માં ₹૧૦૦ કરોડ ના ખર્ચે ત્રણ બ્રીજ બની રહયા છે બાકી કામો પણ ઝડપ ભેર પુરા થશે તેમજ ડભોઇ અને તાલુકાના ડાયાલિસિસના દર્દીઓ ને દૂર દૂર ના જવું ન પડે તે માટે હાલમાં જ 65 લાખના ખર્ચે ડભોઈ રેફરલ હોસ્પિટલ ખાતે ડાયાલિસિસ સેન્ટર ચાલુ કરાવ્યું છે.સાથે સાથે ડભોઈ સેગવા રોડ ₹૧૦૦ ગ્રાંટ મંજૂર થઈ છે બાણજ ગ્રામ પંચાયત નું લોકાર્પણ સાથે સરંક્ષણ દિવાલ , ધોબી ધાટ અને પાણી ની પરબ ના ખાતમુહૂર્ત થયા હતાં આ કાર્યક્રમ માં બાણજ ના સરપંચ મોના બેન બારોટ , તાલુકા પાંચાયત ના પ્રમુખ લોપા બેન પટેલ , જિલ્લા પંચાયત ના સદસ્ય , તાલુકા પંચાયત ના સદસ્ય કોમલબેન , કાયાવરોહણ ના સરપંચ હિતેશ પટેલ , ડેપ્યુટી સરપંચ નિરવ પટેલ ડભોઇ તાલુકા પંચાયત ના માજી સદસ્ય ભાવેશ પટેલ આ કાર્યક્રમ નું સંચાલન બાણજ ના ડેપ્યુટી સરપંચ યોગેશ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું આજુબાજુ ગામોના અગ્રણી ઓ પણ ઉપસ્થિત રહ્યા હતાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here