કાલોલ પોલીસે બરોલાની સીમમાં કેમિકલ અને લોખંડનો જોખમી કચરો ખાલી કરતા ત્રણ વાહનો ઝડપ્યા

કાલોલ,(પંચમહાલ)
મુસ્તુફા મિરઝા

કાલોલ તાલુકાના અલીન્દ્રા ગામ પાસે આવેલ બરોલા ગામની સીમ ને અડીને આવેલ ખુલ્લી જમીનમાં કેમિકલ વેસ્ટ અને લોખંડનો જોખમી કચરો વાહનો મારફતે ઠાલવતા હોવાનો અહેવાલ તા ૦૮/૧૦ ના રોજ કલમ ની સરકાર ન્યૂઝ માં પ્રસિદ્ધ થયો હતો કાલોલ પોલીસ અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ એક્શનમાં આવી હતી અને આ સ્થળે વોચ ગોઠવી હતી ત્યારે શુક્રવારે આ ખુલ્લી જમીનમાં જોખમી કચરો ઠાલવતા બે કન્ટેનર અને એક ટ્રક મળી કુલ ત્રણ વાહનો કાલોલ પોલીસે ઝડપી પાડી જાણવાજોગ નોંધ કરી ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ની ગોધરા શાખાને જાણ કરી હોવાનું જાણવા મળ્યું છે. ખુલ્લી જમીનમાં આ કચરો નાખતા જમીન નું તાપમાન વધી જાય છે અને પર્યાવરણ સહિત માનવ સૃષ્ટિ અને પશુ-પંખીઓની જીવસૃષ્ટિને પણ અસર કરે છે અને ખેતીલાયક જમીન ને ગંભીર અસર કરે છે તદુપરાંત પીવાના પાણીને પણ આ જોખમી કચરો કચરો અસર કરતો હોય એમ જાણકારો જણાવી રહ્યા છે. કાલોલ પોલીસે જીપીસીબી ને લેખિતમાં જાણ કરી આ કચરો પર્યાવરણને તેમજ સમગ્ર સૃષ્ટિને નુકસાનકારક છે કે કેમ ? તથા આવો જોખમી કચરો નિકાલ કરવાની જે તે કંપનીના માલિકોએ પરવાનગી મેળવી છે કે કેમ? સ્થાનિક ગ્રામ પંચાયતની પરવાનગી મેળવી છે કે કેમ? પરવાનગી નું સ્થળ આ જમીન છે કે કેમ? તેની ઝીણવટભરી તપાસ હાથ ધરી માનવજીવન અને પર્યાવરણને નુકસાન કરતા તત્વો સામે કલમ ની સરકાર ના અહેવાલ બાદ નક્કર કામગીરી કરી પોલીસે લાલ આંખ કરી હોવાનું જાણવા મળ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here