રાજપીપળા મુસ્લિમ સમાજના કબ્રસ્તાનમાં બેરોકટોક પણે ફરતા બકરાઓ કોની રહેમ નજર હેઠળ ફરી રહયા છે????

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

ફુલ ઝાડ ને નુકસાન કરી કબરો ઉપર ગંદકી ફેલાવી મર્હુમો ની કબરો ની થતી બેહુરમતી માટે જવાબદાર કોણ??!

તસ્વીર માં જે બકરાઓ ચરતા દેખાય રહ્યા છે એ
એ કોઈ મેદાન કે ખેતર નથી !! એ છે રાજપીપળાનુ કબ્રસ્તાન !!! આ કોઈ પહેલી વારની ઘટના નથી, કબ્રસ્તાનમાં પોતાના મર્હુમોની કબર ઉપર ફૂલ ચઢાવવા આવતા જતાં લોકો આ બકારાઓને હાંકીને બહાર કાઢે છે. આ નિત્યક્રમ તો રોજનું થયું છે, અને જાણવા મળ્યું છે કે, આ બકરાઓને ચરવા માટે બકરા તેમના માલિકો દ્વારા જ કબ્રસ્તાનમાં છોડી દેવામાં આવે છે. અને બકરા કબર ઉપર ચઢાવેલા ફુલ અને રોપવામાં આવેલા છોડ ખાયને કબરો ઉપર મળ મુત્ર પણ કરે છે જેથી કબરો ની ભારે બેહુરમતી થઈ રહી છે, શું આ બાબત થી મુસ્લિમ સમાજ અજાણ છે???

આ અધમ કૃત્ય કરનાર લોકો કે જેઓ પોતાના બકરાઓ પાળવાનો શોખ તો રાખે છે પણ તેમને અલ્લાહ ભરોસે છોડી દેતા હોય છે અને તેમનાં મર્હુમો પણ આજ કબ્રસ્તાનમાં દફન હશે પણ લાગે છે કે તેમને ખુદાનો કોઈ ડર કે, ખોફ નથી, અને લાજ શરમ પણ વેચી ખાધી હોય એવું લાગી રહ્યું છે.

રાજપીપળા ના જાહેર કબ્રસ્તાન ના સંચાલન માટે તેના વહીવટદારો પણ છે, તેઓ કેમ આ મામલે મગનું નામ મરી પાડતા નથી???? જો જાહેર મિલ્કતો કે જે સમગ્ર મુસ્લિમ સમાજ ની છે જો વહિવટ થતું ના હોય તો તેઓ એ વહિવટ છોડી દેવું જોઇએ. ક્યાંતો
કબ્રસ્તાનના ટ્રસ્ટીઓ વહીવટદારો એ તાત્કાલિક આ બાબતના જવાબદાર લોકો સામે પગલાં લેવા જોઈએ.

કબ્રસ્તાન માં બેરોકટોક પણે ફરતા બકરાઓ ના માલિકો એ પણ કાળજી રાખવી જોઈએ કે તેમનાં બકરાઓ કબ્રસ્તાન માં ના જાય, આ વાતનું વારંવાર પુનરાવર્તન થાય તો આ બકરાઓ ને ઢોર ડબ્બા માં પુરાવી દેવા જોઈએ એવી માંગ સાથે સમગ્ર રાજપીપળા ના મુસ્લિમ સમાજ માં આ બાબતે ભારે રોષ જોવા મળી રહ્યો છે.આ મામલાને વહીવટદારો ગંભીરતાથી લે એ ખુબજ જરૂરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here