જિલ્લાની કુલ ૬ ખાનગી હોસ્પિટલોને કોરોના ડેઝિગ્નેટેડ હોસ્પિટલ જાહેર કરાઈ, વધુ ૧૦૦ બેડની સુવિધાનો વધારો

ગોધરા,(પંચમહાલ) ઈશહાક રાંટા :-

દર્દીઓ સરકારે નિયત કરેલા દરોએ સ્વખર્ચે આ હોસ્પિટલમાં સારવાર મેળવી શકશે

કોરોના સંક્રમણના વધેલા કેસોને ધ્યાનમાં રાખીને પંચમહાલ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દર્દીઓને યોગ્ય સારવાર મળી રહે તે માટે શ્રેણીબદ્ધ પગલાંઓ લેવામાં આવી રહ્યા છે. વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને દર્દીઓ માટે ઉપલબ્ધ બેડની સંખ્યા જળવાઈ રહે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કુલ ૬ ખાનગી હોસ્પિટલોને કોરોના ડેઝીગ્નેટેડ હોસ્પિટલ જાહેર કરવામાં આવી છે. જે અંતર્ગત દર્દીઓ આ ખાનગી હોસ્પિટલમાં પણ સ્વખર્ચે સરકારે નિયત કરેલા દરોએ કોરોનાની સારવાર મેળવી શકશે. ગોધરાની સનરાઈઝ હોસ્પિટલ-ક્રિટિકલ કેર એન્ડ ટ્રોમા સેન્ટર, ફખરી હોસ્પિટલ એન્ડ હાર્ટકેર સેન્ટર, દેવસ્ય હોસ્પિટલ એન્ડ આઇસીયુ, મીઠીબોર વાળા હોસ્પિટલ એન્ડ હાર્ટકેર, સ્ટાર હોસ્પિટલ એન્ડ ક્રિટિકલ કેર સેન્ટર અને સૂર્યોદય હોસ્પિટલને કોરોના ડેઝિગ્નેટેડ હોસ્પિટલ જાહેર કરવામાં આવી છે. જેના પરિણામે કુલ ૧૦૦ બેડની સુવિધાનો વધારો થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here